તિલકવાડાના સબ સ્ટેશનમાં સુરક્ષા અને ફાયર સેફટીના અભાવને કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું
શોર્ટસર્કિટને કારણે લાગેલી આગ વધુ વિકરાળ બની : ડીપીમાં ઓઇલના કારણે આગ લાગી,પાણીથી ઓલવવી મુશ્કેલ

રાજપીપળા પાલિકાના 2, કેવડિયા GSECL ના 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા ….સબસ્ટેશન સાથે જોડાયેલા 60 થી વધુ ગામોમાં અંધારપટ છવાયું
રાજપીપળા : તિલકવાડાના મેઈન રોડ પર જેટકો વિજકંપની આવેલી છે જ્યાં અચાનક સબસ્ટેશનમાં આગ લાગી હતી, આગ લાગતા આધિકારીઓમાં દોડધામ મચી ગઈ પરંતુ સબસ્ટેશનમાં ઓઇલ ભરેલા ડીપી ફાટતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. હાલમાં તો શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે પણ વિકરાળ આગથી આખું સબસ્ટેશન બળીને ખાખ થઇ ગયું હતું.
દેવલિયા તિલકવાડા રોડ પર વીજ કંપનીના સબ સ્ટેશનમાં લાગી ભયંકર આગ સબસ્ટેશનમાં જ આગ લાગતા તિલકવાડા તાલુકામાં વીજળી ડુલ થઈ ગઈ છે હજુ સુધી ખબર નથી પડી કે આ આગ કયા કારણોસર લાગી છે આગ ાબુમાં આવ્યા બાદ નુકસાની જાણી શકાશે.તિલકવાડા ખાતે કોઈ ફાયર ફાયટરની ટિમ ના હોવાના કારણે આગે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું 2 કલાક સુધી કોઈ ફાયર ફાયટર ઘટના સ્થળે નહિ પહોંચતા આગ એ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે રાજપીપળા નગરપલાલીકા અને નર્મદા નિગમના ફાયર ફાયટર મંગાવામાં આવ્યા હતા. અને સબ સ્ટેશનના ડીપીમાં ઓઇલનો ઉપયોગ થતો હોવાના કારણે એક પછી એક ઓઇલના ડીપી ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, આ આગ આમતો પાણી દ્વારા ઓલવાય નહિ આ આગને ઓલવવા માટે લીકવીડ ફોમ જરૂરી હોઈ છે તે તે માટે વડોદરા પાલિકાને પણ આધિકારીઓ દ્વારા જાણ કરી દેવામાં આવી હતી. રાત્રીના પાંચ ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવતા હતા પણ એ વ્યર્થ સાબિત બની રહ્યા હતા. છતાં આગને કાબુમાં લેવા મહેનત કરવી પડી હતી.
તિલકવાડાના સબ સ્ટેશનમાં સુરક્ષા અને ફાયર સેફટીના અભાવને કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આ જે લીકવીડ ફોર્મ છે નર્મદા જિલ્લામાં ઉપલબ્ધ ન હોય જેન બરોડાથી મંગાવાનું હોઈ છે ત્યાં સુધી પ્રાથમિક તબક્કે હાલ પાણીનો છંટકાવ કરી ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે પણ ડીપીમાં વધુ પ્રમાણમાં ઓઇલ હોવાના કારણે મુશ્કેલી વધુ પડી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





