રાણપુર પોલીસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધીના રસ્તે પાણીની લાઈન લીકેજ કારણે મોટા ખાડા-રાહદારીઓ પરેશાન
રાણપુરના સામાજીક આગેવાન અને પત્રકાર વિપુલ લુહાર દ્વારા તલાટી,સરપંચ,પંચાયતના કર્મચારીઓને સ્થળ ઉપર બોલાવી રજુઆત કરાઈ
બોટાદ જીલ્લાનુ રાણપુર તાલુકા કક્ષાનુ ગામ છે ૨૩૦૦૦ આસપાસ વસ્તી ધરાવતુ રાણપુર શહેર જ્યા વિકાસના નામે કાગડા ઉડે છે રાણપુર નો એક પણ જાહેર માર્ગ ઉપર રોડ નુ નામ નિશાન નથી મહત્વના માર્ગો ઉપર ખાડા પડી જતા રાહદારીઓ હેરાન પરેશાન છે.રાણપુર પોલીસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધીના માર્ગનુ નામ પરમ પુજ્ય પ્રમુખસ્વામી માર્ગ આપવામાં આવ્યુ છે બી.એ.પી.એસ.મંદીર પાસે આવેલી પાણીની ટાંકીનુ નામ પ્રમુખજલધારા આપવામાં આવ્યુ છે આ માર્ગ ઉપર બેન્ક,રાણપુર ની કોર્ટ, BAPS સ્વામિનારાયણ મંદીર, મામલતદાર કચેરી,પી.જ.વી.સી.એલ.ની પેટા વિભાગ કચેરી,વિશ્વની પ્રખ્યાત ટેક્ષપીન બેરીંગ્સ કંપની જેમાં ૨૦૦૦(બે હજાર)કામદારો રોજીરોટી મેળવી રહ્યા છે અને રેલ્વે સ્ટેશને જવા માટે આ એકમાત્ર રસ્તો છે દરોજ હજારો મુસાફરો આવન-જાવન કરે છે પાણીની ટાંકી પાસે(પ્રમુખ જલધારા) રોડ ઉપર છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સતત પાણી લીકેજ છે જેના લીધે આ રસ્તાની દુર્દશા થઈ છે આ લીકેજ પાણી ૧૦૦ મીટર ના વિસ્તાર માં ફેલાય છે મોટા ખાડા પાણી થી ભરાઈ જાય છે કોઈપણ માણસ ચાલતા જતો હોય વાહન નિકળે એટલે ખરાબ પાણીના છાંડા ઉડે છે જેના લીધે અનેક વખત બોલાચાલી થઈ છે અનેક વખત રાણપુર ગ્રામ પંચાયતમાં રજુઆતો કરવામાં આવી છે પણ પરીણામ કોઈ આવ્યુ નહી અને એની એજ સ્થિતી રહી વારંવાર રજુઆતો કરવા છતા પણ પરીસ્થીતી માં કોઈ સુધારો નહી થતા આખરે રાણપુરના તમામ પ્રશ્ને ચિંતીત જાગૃત નાગરીક તથા સામાજીક આગેવાન પત્રકાર વિપુલ લુહાર દ્વારા આ બાબતે રાણપુર ગ્રામ પંચાયતના તલાટી,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી,રાણપુર ગ્રામ પંચાયતના એન્જીન્યર બાબુભાઈ ભોજવીયા સહીત રાણપુર ગ્રામ પંચાયતના તમામ કર્મચારીઓને જે જગ્યાએ પાણી લીકેજ છે તે જગ્યાએ બોલાવી તાત્કાલિક લીકેજ પાણી બંધ કરવાની રજુઆત કરવામાં આવી હતી
આ અંગે રાણપુર સરપંચ અબ્બાસભાઈ ખલાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે આગામી આઠ-દસ દિવસ માં રાણપુર પોલીસ સ્ટેશનથી નવી પાણીની લાઈન નાખવાની છે જેથી પ્રમુખ જલધારા પાણીની ટાંકી પાસે રોડ ઉપર જે પાણી લીકેજ છે તે બંધ થઈ જશે
આ બાબતે બરવાળા પાણીપુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જે.પી.ચુડાસમા સાથે ટેલીફોન થી સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે પ્રમુખ જલધારા પાણીની ટાંકી પાસે જે લાઈન ધણા સમયથી લીકેજ છે તે લાઈન નવી નાંખવાની છે અને તેનુ ટેન્ડર પ્રક્રીયા પુરી થઈ ગઈ છે અને આઠ દિવસ માં કામ ચાલુ થઈ જશે
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




