બે કાર વચ્ચે અકસ્માતમાં માતા-પુત્ર સહિત ૩નાં મોત

0
83

બોટાદ,તા.૮
ધંધુકા-બરવાળા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં એક બાળકી સહિત ૩ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય ૨થી ૩ લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવારે બોટાદ જિલાના બરવાળા ગામે રહેતા સોહિલભાઈ સાલેવાલા તેમના પરિવાર સાથે વહેલી સવારે સ્વીફ્ટ કાર નંબર જી .જે ૩૩ બી ૩૮૯૨ લઈ ને અજમેર શરીફ દર્શન કરવા માટે અજમેર તરફ જવા નીકળ્યા હતા. જ્યારે અમદાવાદથી આવી રહેલ સ્વીફ્ટ કાર નંબર જી .જે.૨૭ બી ઈ ૫૩૫૦ કાર લઈ બરવાળા તરફ આવી રહ્યા હતા. શુક્રવારે વહેલી સવારનાં તગડી ગામ પાસે આ બંન્ને કાર વચ્ચે જારદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર કોકીલાબેન સાલેવાલા (ઉવ.૫૮), સોહિલ સાલેવાલા (ઉવ.૩૨) માતા પુત્ર અને પવન નામના દોઢ વર્ષનાં બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જયારે ઈજાગ્રસ્તમાં એલીસ સલેવાલા, પસીલાબેન હિરેનભાઈ જાગાણી,ભગવતીબેન હાર્દિકભાઈ ભુવા,ભૂમિકાબેન ધવલભાઈ માલવિયા, રેખાબેન બકુલભાઈ હમીરાની, હાર્દિક કનુભાઈ ભુવા અને હસતી હાર્દિકભાઈ ભુવાને નાની મોટી ઈજાઓ થતા તમામને સારવાર માટે ૧૦૮ મારફતે ધંધુકાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તો બનાવની જાણ થતા બરવાળા અને ધંધુકા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે કારના કુરચા બોલી ગયા હતા. આ અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY