પોલીસ મહાનિરીક્ષક ભાવનગર નરસિંમ્હા કોમાર તથા બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન મુજબ બોટાદ શહેરમાં અમુક મોબાઈલ ડાઉનલોડીંગની દુકાનવાળા કોમ્પપ્યુટર માં અશ્લીલ અને બિભત્સ વિડીયો ક્લીપો રાખી પૈસા લઈ ગ્રાહકોને મોબાઈલમાં ડાઉનલોડ કરી આપતા હોવાની બાતમીને આધારે બોટાદ શહેર વરીયાદેવી મંદીર વિસ્તારમાં આવેલ મોબાઈલ ડાઉનલોડીંગની દુકાનોમાં બોટાદ એસ.ઓ.જી.દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ દરમ્યાન વરીયાદેવી મંદીરની બાજુમાં આવેલ મહાકાળી મોબાઈલ ડાઉનલોડીંગ ની દુકાનમાં એસ.ઓ.જી. ના ઇન્ચાર્જ પીઆઈ એચ.આર.ગોસ્વામી તથા ટિમ એ કોમ્પપ્યુટરમાં ચેક કરતા કોમ્પપ્યુટરમાં અશ્લીલ અને બિભત્સ વિડીઓ ક્લીપો મળી આવતા દુકાન માલીક વિપુલભાઈ વિરજીભાઈ કણઝરીયા ઉ.૨૬ રહે.બોટાદની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર(બોટાદ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





