બોટાદ એલ.સી.બી.એ મોબાઇલ પોકેટ કોપનો ઉપયોગ કરી વાહન ચોરી કરતા ૧ ઇસમ તથા ૩ રીસીવર ને ઝડપી પાડ્યા

0
106

૪ મોટર સાયકલ કબ્જે કરી રૂ. ૭૦.૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો

ભાવનગર રેન્જ આઈ.જી.અશોક કુમાર યાદવ દ્વારા બોટાદ જીલ્લામા વાહનચોરીના ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હેગારો પકડી પાડી ચોરીમા ગયેલ મુદ્દામાલ રીકવર કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ પોલીસ અધીક્ષક હર્ષદ મહેતાની સુચનાથી એલ.સી.બી. ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફ ખાનગી વાહનમા પેટ્રોલીંગ કરી રહ્યા હતા.તે દરમ્યાન સાથેના સ્ટાફના પો.કો બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા પો.કો જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમા ને ચોક્કસ બાતમી મળેલ કે મુળ કાનીયાડ ગામનો અને હાલ અમદાવાદ ખાતે રહેતો પ્રકાશ ઉર્ફે માઇકલ જીલુભાઇ પરમાર ચોરીનુ મોટર સાયકલ વેચવા માટે બોટાદ ખાતે આવનાર છે.જે બાતમીને આધારે વોચમા રહી ઉપરોકત ઇસમ મોટર સાયકલ સાથે આવતા તેને રોકી પુછપરછ કરતા અને મો.સા ના એન્જીન ચેસીસ નં પોકેટ કોપ (એકલવ્ય) સોફટવેર નો ઉપયોગ કરતા જાણવા મળેલ કે મો.સા પોતે આઠેક વર્ષ પહેલા અમદાવાદ રાજીવનગર ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ તેમજ વધુ આરોપીની પુછપરછ કરતા પોતે આઠેક વર્ષ પહેલા અમદાવાદ રાજીવનગર ખાતેથી ટી.વી.એસ.વીકટર મો.સા ચોરી કરેલ હોય જે લાઠીદડ ગામ ખાતે આપેલ હોય તેમજ પોતાના મીત્ર ભાવેશભાઇ દરબારે બે મો.સા બોટાદ ખાતે આપેલ હોય જે મળી કુલ ૪ મો.સા કી.રૂ ૭૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો હતો એલ.સી.બી શાખાના પો.ઇન્સશ્રી એચ.આર.ગોસ્વામી તથા સ્ટાફના એ.એસ.આઇ ડી.એમ.ત્રીવેદી, હેડ.કોન્સ ભગવાનભાઇ, જીજ્ઞેશભાઇ, હેમરાજભાઇ, પ્રવીણસિંહ, રામદેવસિંહ,વનરાજભાઇ તથા પો.કોન્સ બળદેવસિંહ, ક્રીપાલસિંહ, જયપાલસિંહ તરૂણભાઇ,પુરવભાઇ આ કામગીરી માં જોડાયા હતા

પકડાયેલ આરોપી/ રીસીવરના નામ

(૧) આરોપી – પ્રકાશ ઉર્ફે માઇકલ જીલુભાઇ પરમાર રહે. હાલ અમદાવાદ રાજીવનગર- ૧ મુળ ગામ કાનીયાડ તા.જી બોટાદ
(૨) રીસીવર – હાદાભાઇ કાનાભાઇ ચૌહાણ રહે. લાઠીદડ તા.જી બોટાદ
(૩) રીસીવર – પ્રદીપભાઇ શંકરભાઇ ચૌહાણ રહે.બોટાદ સાંળગપુર રોડ રૂશીકેશ સ્કુલ ની પાસે તા.જી બોટાદ
(૪) રીસીવર – સાગરભાઇ કાનજીભાઇ ચૌહાણ રહે.બોટાદ રોહીતવાસ તા.જી બોટાદ
(૫) પકડવાનો બાકી આરોપી- ભાવેશભાઇ દરબાર રહે. અમદાવાદ

આરોપીઓ પાસેથી મળી આવેલ મોટર સાયકલની વિગત

(૧) મો.સા. હીરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરનુ જેના ચેસીસ નંબર MBLHA10EZBHL39818 તથા એન્જીન નંબર HA10EFBHL39923
(૨) મો.સા ટી.વી.એસ વીકટર જેના ચેસીસ નંબર N3302F421187 તથા એન્જીન નંબર N3302M423996
(3) મો.સા બજાજ ડીસ્કવર જેના ચેસીસ નંબર MD2DSDSZZNCK63047 તથા એન્જીન નંબર DSGBNK44639
(4) મો.સા સ્પ્લેન્ડર પ્લસ જેના ચેસીસ નંબર MBLHA10AMCHK 03624 તથા એન્જીન નંબર HA10EJCHK08427

રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ
મો.7698030233

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY