બોટાદ,તા.૫
બોટાદ જિલાના ગઢડા તાલુકાના ગઢડા-ઉગામેડી રોડ પર બુધવારે ગઢડાના પી વિજય આંગડિયા પેઢીનો કર્મચારી ઉગામેડી તરફ બાઇક લઈને જઈ રહ્યો હતો. ત્યારે બ્લેક કલરની કાર લઈ ચાર અજાણ્યા શખ્સો આવેલા અને આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલા હીરાના પેકેટ આચકી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
આંગડિયા પેઢીના કર્મચારીએ રાડો પાડતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને અન્ય લોકો દ્વારા કારનો પીછો કર્યો હતો. પરંતુ તેઓ લૂંટરોઓ ને પકડવામાં નિષ્ફળ રહ્યા હતા. લૂંટની ઘટના અંગેની જાણ ગઢડા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આજુબાજુના સીસીટીવી કેમેરા જાઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જાકે આ લખાય રહ્યુ છે ત્યાં સુધી લૂંટનો આંકડો કેટલો છે તે સામે આવ્યો નથી અને કોઈ પોલીસ ફરિયાદ નોંધાય નથી. તો બીજી તરફ લૂંટમાં જે કાર વપરાય હતી તે કાર ગઢડાના ભીમદાડ પાસેથી બિનવારસી મળી આવેલી હોય તેવું સૂત્રો માંથી માહિતી મળી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


