શાંતિ ઉત્કર્ષ મહિલા મંડળ, ઇનરવ્હીલ કલબ ઓફ સુરત ઇસ્ટ અને ગંગા સ્વરૂપ ઉત્કર્ષ મહિલા મંડળની જાગૃતિથી ચક્ષુદાન અને દેહદાન મળ્યું

0
275

વિશ્વ મહિલા દિવસે શાંતિ ઉત્કર્ષ મહિલા મંડળ,ઇનરવ્હીલ કલબ ઓફ સુરત ઇસ્ટ અને ગંગા સ્વરૂપ ઉત્કર્ષ મહિલા મંડળની જાગૃતિથી દુધીબેન મનજીભાઈ ઠુંમર , (ઉ.વર્ષ ૮૩), ગામ -ચાવંડ, તા.લાઠી,જી.-અમરેલી, જે હાલ સી-૧૪,શિવનગર સોસાયટી, માતાવાડી ચોક,લંબે હનુમાન રોડ, વરાછા, સુરત નિવાસ સ્થાને નિધન થયું. પરિવારના સહયોગથીલોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને રેડક્રોસ બ્લડ બેંકના પ્રમુખ એવા ડો .પ્રફુલભાઈ શિરોયા
દ્રારા દેહદાન મેળવ્યું હતું.
ઠુંમર પરિવારમાં નવિનભાઈ મનજીભાઈ ઠુંમરનું વર્ષ-૨૦૧૬ માં રાજકોટ મુકામે નિધન થયું હતુંતેમની ઈચ્છા દેહ-દાન કરવાની હતી.પરતું અનુકૂળ સંજોગો ન હોવાના કારણે દેહદાન કરી શકયા ન હતા પરંતુ અમારા પરિવારના વડીલ દુધીબેન (દાદીમાં)નું મૃત્યુ થતા અમારા માતૃશ્રી ભાનુબેન,પુત્રવધુ શોભનાબેન મહેશભાઈ ઠુંમર તથા સીમાબેન
ચંદુભાઈ ઠુંમર તેમજ બહેન શ્રી મીનાબેન નીતિનભાઈ વાડદોરિયા તથા જાગૃતિબેન નીલેશભાઈ પટોળીયાની જાગૃતિથી તેમજ દેહનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને રેડક્રોસ સોસાયટી ના પ્રમુખ ડૉ. પ્રફુલભાઈ શિરોયાના સહયોગથી વડોદરા પારુલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ એન્ડ રીસર્ચના એનેટોમી વિભાગ વડા ડૉ.મહેતા અને ડૉ.માસ્તરને અર્પણ કરવામાં આવ્યું.
વિશ્વ મહિલા દિવસે લોકોમાં પ્રેરણારૂપ થનાર અમારા ભાઈ શ્રી ચંદુભાઈ નવીનભાઈ ઠુંમર કે જે છેલ્લા ૧૦ વર્ષથી શ્રી શ્રી રવિશંકર મહારાજ બેંગ્લોર સ્થિત આર્ટ ઓફ લીવીંગ સંસ્થા સાથે સંકળાયેલા છે જે ત્યાં ગૌશાળા વિભાગમાં સેવામાં કાર્યરત છે તદઉપરાંત સદગુરૂ શ્રી અમર સાહેબ (ઉગમફોજ) હાલ સુરત પૂજ્ય શ્રી જગદીશબાપુ તથા સંગીતા માડીની પ્રેરણાથી દેહદાન કરવાનો નિર્ણય લીધેલ હતો તદ્દઉપરાંત લોકોમાં જાગૃતતાકેળવવા સ્વર્ગવાસ બાદ તેમની ઉતરક્રિયા (પાણીઢોળ) જેવા લૌકિક રીવાજની પ્રથા બંધ રાખી હતી જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.જેઓ પાછળ ભજન-સત્સંગનું આયોજન કરવામાં આવેલ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY