બોટાદના રાજીવનગરમાંથી ૫ જુગારીઓને રૂા.૧૦૬૫૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સર્વેલન્સ ટીમ

0
14

બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના તથા વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમ ના માર્ગદર્શન તથા બોટાદ પો.સ્ટે ઇંચાર્જ પો.ઇન્સ એસ.વાય.ઝાલા ની સુચનાથી તા-૧૧/૩/૨૦૧૯ ના રોજ બોટાદ પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સબ ઇન્સ ડી.વી.ડાંગર તથા અ.હેડ.કોન્સ ભગીરથસિંહ લીંબોલા,પો.કોન્સ દિગ્વીજયભાઇ પટગીર, પો.કોન્સ ભાવેશભાઇ શાહ, પો. કોન્સ વિજયસિંહ પરમાર, પરબતસિંહ પરમાર, કૌશીકભાઇ જાની, પો.કોન્સ પ્રતીકભાઇ રાઠોડ બોટાદ પો.સ્ટે સંયુક્ત ટીમ દ્રારા ચોક્કસ બાતમીના આધારે બોટાદના રાજીવનગર અલ્લાના પાણીની ટાકીની સામે રોડ ઉપર ચાલતા જુગારધામ ઉપર રેઇડ કરી ૫ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જેમાં ધર્મેશભાઇ હરેશભાઇ દેલવાડીયા રહે.ભદ્રાવડી તા.જી બોટાદ, પ્રવિણભાઇ બેચરભાઇ ચૌહાણ રહે બોટાદ, મહેંદ્રભાઇ પિતામ્બરભાઇ પરમાર રહે બોટાદ, કલ્યાણભાઇ કેશવભાઇ અલગોતર રહે. બોટાદ, પરષોતમભાઇ દુદાભાઇ સોલંકી રહે.બોટાદ આ તમામ ઇસમો પાસેથી રોકડા રૂા.૧૦૬૫૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ

રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY