પોલીસ મહાનીદેશક ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓની નાસતા ફરતા આરોપી પકડવાની ઝુંબેશ શરુ હોય જેથી અશોક કુમાર નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ બોટાદ જીલ્લાના આવા નાસતા ફરતા ગુન્હેગારો પકડી પાડવા કડક સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ પોલીસ અધીક્ષક હર્ષદ મહેતાની સુચનાથી પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં. ૦૩/૨૦૦૪ ઇ.પી.કો. ક. ૪૮૯ (એ)(સી)(ડી), ૧૨૦(બી), ૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રમેશ ઉર્ફે જુનાગઢી રણછોડભાઇ પટેલ રે. મુળ ગામ મહોબતપરા ગામ તા. કુતીયાણ જી. પોરબંદર વાળો વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ ભીલાડ- સરીગામમાં રહેતો હોવાની એલ.સી.બી કચેરીના પો.હેડ.કોન્સ રામદેવસિંહ દેવુભા મોરી ને ચોક્કસ હકિક મળેલ હોય જે માહિતી આધારે તેઓ તથા એલ.સી.બી શાખાના હેડ.કોન્સ ભગવાનભાઇ એસ.ખાંભલા તથા પો.કોન્સ તરૂણભાઇ ડી. ખોડીયા ને ભીલાડ સરીગામ ખાતે તપાસમા જવા રવાના કરેલ હોય જે ટીમ અને ભીલાડ-સરી ગામમાં આવી ખાનગી રાહે મજકુર ઇસમ બાબતે જરુરી માહીતી એકત્રીત કરી અને તેના રહેણાંકના સરનામા તેમજ તેના હાલના ચહેરા વર્ણન અંગેની વિગતો પ્રાપ્ત કરી મજકુરના રહેણાંક મકાનની આજુ બાજુ વોચ ગોઠવવામાં આવેલ અને મજકુર મળી આવતા મજકુર ઇસમ ઉપરોક્ત ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હોય તે જ ઇસમ હોય જેની સંપુર્ણ ખાતરી થઇ જતા બોટાદ એલ.સી.બી કચેરી ખાતે લાવી ધોરણસર અટક કરી ગુન્હાના કામે આગળની કાર્યવાહી માટે બોટાદ પો.સ્ટે ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમા સામેલ અધીકારી/કર્મચારીની ટીમ-
આ કામગીરીમા પોલ્રીસ અધિક્ષક હર્ષદ મહેતા ની માર્ગદર્શન મુજબ એલ.સી.બી શાખાના પો.ઇન્સ એચ.આર.ગોસ્વામીની સુચનાથી એલ.સી.બી સટાફના હેડ.કોન્સ ભગવાનભાઇ ખાંભલા, રામદેવસિંહ મોરી, તથા પો.કોન્સ તરૂણભાઇ ખોડીયા વિ. એ કરેલ છે
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




