25 જાન્યુઆરી ના ધારપીપળા ગામ સમસ્ત ભવ્ય સમૈયો અને લોકમેળો

0
32

રાણપુરના ધારપીપળા ગામે બજરંગદાસ બાપાની મઢુલીની 13મી તીથી નિમિત્તે ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે

સર્વજ્ઞાતિની 51દીકરીયુ ના સમૂહ લગ્નમાં સંતો,મહંતો,રાજકીય આગેવાનો જોડાશે

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે આગામી તારીખ 25 જાન્યુઆરીના રોજ ધારપીપળા ગામ સમસ્ત દ્વારા બજરંગદાસ બાપાની મઢુલીની 13મી પુર્ણતિથી,મઢુલીવાળા મહાદેવનો ઉત્સવ અને સર્વજ્ઞાતિની 51 દીકરીયુના ચતુર્થ સમૂહ લગ્નોત્સવ અને લોક ડાયરો યોજાશે જેમાં પુજ્ય.ભગવાનદાસબાપુ નાનોદરા,ભક્ત ભુષણ.જનકસિંહ સાહેબ અમરધામ(છલાળા)પુજ્ય ભક્તીગીરી માતાજી દામનગર સહીત અનેક સંતો મહંતો પ્રભુતામાં પગલા માંડતા 51 નવદંપતિઓને આશિર્વાદ આપવા પધારશે જ્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમા-શિક્ષણ મંત્રી,કુંવરજીભાઈ બાવળીયા-પાણી પુરવઠા મંત્રી,સૌરભભાઈ પટેલ-ઉર્જા મંત્રી, ભરતભાઈ પંડ્યા-પ્રદેશ પ્રવક્તા ભાજપ,જેશભાઈ ગોહીલ-ધારાસભ્ય ધંધુકા મતવિસ્તાર,લાલજીભાઈ મેર-પુર્વ ધારાસભ્ય,કાળુભાઈ ડાભી-કોળીસમાજ પ્રમુખ ગુજરાત સહીત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો આ પ્રસંગે હાજર રહેશે આ દરમ્યાન સંતો ના આશિર્વાદ,લોકમેળો અને રાત્રીના લોક ડાયરા સહીત અનેક કાર્યક્રમો યોજાશે 51 દીકરીઓને દાતાઓ ના સહયોગથી કરીયાવર પણ મોટા પ્રમાણમાં આપવામાં આવશે આ સમૈયા માં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે સમગ્ર આયોજન ધારપીપળા ગામ સમસ્ત કરવામાં આવ્યુ છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY