રાણપુર પંથકમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ

0
16

રાણપુર તાલુકામાં ચુંટણી પ્રક્રિયા શાંતિપુર્ણ રીતે યોજાઈ તે માટે ફુટ પેટ્રોલિંગ યોજાયુ

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભા ચુંટણી અનુસંધાને ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યુ હતુ.જેમાં રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એમ.જે.સાગઠીયા તથા પોલિસ સ્ટાફ તેમજ સી.આઈ.એસ.એફ.ની ટીમ દ્વારા રાણપુર ગામની મુખ્ય બજારોમાં ફરી ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.આગામી દિવસોમાં લોકસભા-૨૦૧૯ ની ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી પ્રકિંયા બોટાદ જીલ્લા સહીત રાણપુર તાલુકામાં સંપુર્ણ સુલેહ શાંતિપુર્ણ રીતે યોજાય તે હેતુથી રાણપુર પી.એસ.આઈ-એમ.જે.સાગઠીયા અને સ્ટાફ તેમજ સી.આઈ.એસ.એફ.ટીમ દ્વારા રાણપુર સહીત રાણપુર તાલુકાના ખસ,બગડ,જાળીલા,મોટીવાવડી, નાનીવાવડી,ઉમરાળા સહીતના ગામોની મુખ્ય બજારોમાં ફરી ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY