બોટાદ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ૯ સભ્યોએ કેસરીયો ખેસ પહેરી લેતા કોંગ્રેસમાં સન્નાટો
બોટાદ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પુર્વ ચેરમેન મનીષભાઈ ખટાણા સહીત ૯ સભ્યો ભાજપમાં જોડાયા
અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે કેબીનેટ મંત્રી સૌરભભાઈ પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ૯ સભ્યોએ કેસરીયો ખેસ પહેરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતા બોટાદ જિલ્લા કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો છે.હાલ બોટાદ જિલ્લા પંચાયતમાં કુલ ૨૦ સભ્યો છે.તેમાથી કોંગ્રેસના ૧૮ સભ્યો હતા અને ભાજપના ૨ સભ્યો હતા.હવે કોંગ્રેસના ૯ સભ્યો ભાજપમાં જોડાતા ભાજપના કુલ ૧૧ સભ્યો થયા છે.જેમાં પ્રભાતભાઈ યાદવ(પુર્વ પ્રમુખ,બોટાદ જિલ્લા પંચાયત),મનીશભાઈ ખટાણા(પુર્વ ચેરમેન,શિક્ષણ સમિતિ),વર્ષાબેન ગોટી(પુર્વ ચેરમેન,આરોગ્ય સમિતિ),ઈશ્વરભાઈ ભરડીયા(જિલ્લા પંચાયત સભ્ય),વિનુભાઈ કલોદરા(ચેરમેન-સિંચાઈ સમિતિ),હંસાબેન બાવળીયા(ચેરમેન-બાંધકામ સમિતિ),હેતલબેન મકવાણા(ચેરમેન-શિક્ષણ સમિતિ),લતાબેન મકવાણા(જિલ્લા પંચાયત સભ્ય),વાલજીભાઈ જાદવ(કારોબારી ચેરમેન)આ નવ સભ્યો કેબીનેટ મંત્રી સૌરભભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાની હાજરીમાં અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો છે.કેબીનેટ મંત્રી સૌરભભાઈ પટેલે સભ્યોને આવકારતા જણાવ્યુ હતુ કે બોટાદના ચારેય તાલુકામાંથી પટેલ સમાજ,કોળી સમાજ,ઠાકોર સમાજ,માલધારી સમાજ સહીતના આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે.ત્યારે તેઓનું હર્ષભેર ભાજપમાં સ્વાગત થયુ હતુ.કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસલક્ષી રાજનીતી ને સ્વીકારી ભાજપમાં જોડાયા છે…
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





