ભરૂચ જિલ્લામાં ચૂંટણીને લઈને ફૂટ પેટ્રોલીંગ કરી ફ્લેગ માર્ચ કરવામાં આવી

0
28

આગામી લોકસભા ચૂટણી – ૨૦૧૯ અન્વયે તા.૨૩/૦૪/૨૦૧૯ ના રોજ ભરૂચ જિલ્લાના આશરે ૧૩૫૬ જેટલા મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રીયા યોજાનાર હોય મતદાનના દિવસે મતદાન મથકો પર દરેક મતદાતાઓ નિર્ભય અને નીડરતાથી ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તેવી સુરક્ષા વ્યવસ્થા રાખવા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુનિશ્ચિત કરવા સારૂ આજરોજ રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ અધિક્ષક ભરૂચ, એલ.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર,તથા સેન્ટ્રલ પેરામિલીટ્રી ફોર્સના અધિકારીઓ તથા જવાનો તેમજ સ્ટાફના માણસો સાથે ભરૂચ લોકસભા શીટ – ર૨ મતદાન વિસ્તારમાં આવેલા ઝઘડીયા, રાજપારડી,ઉમલ્લા, વાલીયા, નેત્રંગ વિસ્તારના ગામડાઓમાં આશરે ૧૦૪ જેટલા ક્રીટીકલ મતદાન મથકો અને ૧૪ જેટલા વલર્નેબલ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલીંગ કરી ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે. મતદાનના દિવસે મતદારો સુરક્ષિત રીતે મતદાન કરી શકે તેવી સુરક્ષા ઉભી કરવામાં આવેલ છે. તા૨૩/૦૪/૨૦૧૯ ના રોજ મતદાન પુરૂ થાય ત્યાં જાહેર જનતાને સુરક્ષા પુરી પાડવા તેમજ આ લોકપર્વ શાંતિપૂર્ણ પાર પાડવા રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ રહે તેવી પુરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY