રાજપીપળા અંકલેશ્વર 4 લેન હાઇવે પર અજાણ્યા વાહનની ટકકરે દીપડાનું મોત.

0
32

પ્રતાપનગર – ગામકુવા ગામ પાસે રાત્રીના સમયે રસ્તો ક્રોસ કરવા જતો દીપડો કોઈ મોટા વાહનની ટકકરે ફંગોળાતા મોતને ભેટ્યો,દિપડા ને જોવા લોકટોળા એકઠા થયા.

રાજપીપળા : નર્મદા જિલ્લાના પ્રતાપનગર નજીક દીપડો રસ્તો ઓળંગતા એક અજાણ્યા વાહનની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું આ બાબતે સવારે રાજપીપળા રેન્જ વન વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું અને જરૂરી કાર્યવાહી બાદ તેના અંતિમસંસ્કાર કર્યા હતા

રાજપીપલા અંકલેશ્વર 4 લેન હાઇવે બની જતા ભારે વાહનો અને હાઇવા ટ્રક જેવા તોતિંગ વાહનો માણસોની સાથે સાથે જંગલના પ્રાણીઓ માટે પણ જોખમી સાબીત થઈ રહ્યા છે. ત્યારે ગત રાીના જંગલ વિસ્તાર માંથી પાણી અને ખોરાકની શોધમાં એક દીપડો રહેઠાણ વિસ્તારમાં આવી જતા પ્રતાપનગર – ગામકુવા ગામ પાસે રાત્રીના રસ્તો ક્રોસ કરવા જતો દીપડો મોટા વાહનની ટકકરે ફંગોળાયો હતો જેમાં દીપડો કલાકો સુધી કણસતો રહ્યો અને આખરે દમ છોડી દીધો આજે સવારે આ બાબતે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વનવિભાગ દોડી આવી અને દીપડાને લઈ તેનું પીએમ કરાવી દીપડાની અંતિમક્રિયા પણ વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. અને વન વિભાગે આ બાબતે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે નર્મદા જિલ્લો વન્યપ્રાણીઓ માટે અનુકૂળ વાતાવરણ ધરાવે છે. ત્યારે દીપડા,ઝરખ સહિતનાં વન્ય પ્રાણીઓ મુકત વાતાવરણમાં હરી ફરી શકે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાહનોની અડફેટે જંગલી પ્રાણીઓના મોત થવાના બનાવો વધી રહ્યા છે.તેમાં હાલ દીપડાનું મોત થયું છે. ઘણા સમયથી પ્રતાપનગર વિસ્તારમાં દીપડાઓનો વસવાટ કરે છે જેમાં ગત રાત્રે આ દીપડો રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે ગત રાત્રે જ પ્રતાપનગર અને ગામકુવા ગામ વચ્ચે આ દીપડો હાઈવે પર આવી જતા અજાણ્યા વાહનની સાથે અથડાયો હતો. ટક્કરને કારણે દીપડાને આખા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અંતે દર્દ અને ગંભીર ઇજાઓને કારણે દીપડાનું મોત થયું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા, ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY