રાણપુરમાં ઉકરડામાં જંતુનાશક દવાની ભરેલી બોટલો મળીઆવતા લોકોમાં રોષ

0
11

મળીઆવેલી બોટલોનું પંચનામું કરીને,તે વિસ્તારના તમામ એગ્રોવાળા ને નોટીસ આપવામાં આવશે-સરપંચ

બોટાદ જીલ્લાના રાણપુરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર પશુઓને પીવાના પાણી ના અવાડા પાસે ના ઉકરડામાં કોઈ અજાણ્યા શખ્સોએ જંતુનાશક દવા ની ભરેલી બોટલો નાખતા ત્યાથી પસાર થતા લોકોના અને પશુઓ ના જીવ જોખમમાં મુકાઈ ગયા છે.આ બાબતે મળતી માહીતી મુજબ રાણપુરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલા પશુઓને પીવા માટેના પાણીના અવાડા ની પાસે ઉકરડામાં કોઈ અજાણ્યા લોકોએ જતુનાશક દવા મોનોકોટો અને અન્ય ભયંકર જીવલેણ દવાઓની ભરેલી બોટલો ઉકરડામાંથી મળી આવતા તેની પાસે પશુઓનો પાણી નો અવાડો આવેલો છે.અવાડા ની પાસે જ આ પ્રકારની જંતુનાશક દવાની કેટલીય ભરેલી બોટલો મળી આવતા ત્યા પાણી પીવા આવતા પશુઓના જીવ જોખમમાં મુકાઈ ગયા છે.અને ત્યાથી પસાર થતા લોકો ને આ જંતુનાશક દવાની ભારે દુર્ગંધ આવતા અને જો કોઈ આ દવા પી લેતો તરત જ મોત ને ભેટે તેવી ભયાનક દવા ની બોટલો જાહેર માં મળી આવતા લોકો માં ભારે રોષ ફેલાયો છે. આવા લોકો ઉપર તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ છે.આ બાબતે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણીએ જણાવ્યુ કે આ બાબતની અમને જાણ થઈ એટલે અમે તાત્કાલિક જંતુનાશક દવાની બોટલો ભરાવી લીધી છે અને આ બોટલોનું પંચનામું કરવા માટે રાણપુર ગ્રામ પંચાયતમાં રાખવામાં આવી છે.જે વિસ્તારમાંથી આ બોટલો મળી છે તે વિસ્તારની તમામ એગ્રોની દુકાનવાળા ને ગ્રામ પંચાયતમાંથી નોટીસ આપવામાં આવશે જે કોઈએ આ જંતુનાશક દવાની બોટલો નાખી છે.તેની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને ફરીવાળ આવી રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા કડક પગલા લેવામાં આવશે

–વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY