મામૂલી કિંમતમાં 2 ટન એસી જેવી ઠંડક આપતા આ એસીને જોવા આવતા ઘણા લોકોને આ યુવાન બનવવાની રીત પણ દેખાડે છે
રાજપીપળા :નર્મદા જિલ્લાના એક શિક્ષિત આદિવાસી યુવાને પોતાની સુઝબૂઝ થી એક AC બનાવ્યું છે.જે આકરી ગરમીમાં એરકંડિશનર જેવી જ ઠંડક આપી રહ્યું છે ત્યારે હાલ આ સસ્તું હાથ બનવંતનું એસી લોકોમાં ઉત્સાહ પેદા કરે છે અને કાળા વાળ વાળો માનવી ધારે એ કરી શકે એ ઉક્તિને પણ આ યુવાને સાર્થક કરી દેખાડી છે.
અત્યારે સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતા આકરા ઉનાળાની શરૂઆત થઇ છે.આખો દિવસ પોતાની AC કેબિન અને રૂમમાં રહેતા કેટલાક આમિર લોકોને તો આકરી ગરમી કોને કહેવાય એ નથી જાણતા પરંતુ ખુલ્લા વાતાવરણમા ફરતા હોય તેમનેજ ખબર પડે કે કેટલા વિશે સો થાય છે ત્યારે નર્મદા જેવા જિલ્લાના ગરીબ પરિવારના વ્યક્તિએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આવી આકરી ગરમીમાં પણ કામ તો કરવું જ પડે,એ બિચારો ક્યાં એસી લેવા જવાનો છે.પણ ચાહ અને ભજીયા બનાવી ગુજરાન ચલાવતા નર્મદા જિલ્લાના એક શિક્ષિત આદિવાસી યુવાન સુરેશ તડવીએ પોતાની બુદ્ધિ મુજબ ભેજું દોડાવી એક એસી બનાવ્યું છે.જે આકરી ગરમીમાં ખુબજ ઠંડક આપી રહ્યું છે.
આ એસી બનાવવાનો કેવી રીતે વિચાર આવ્યો તેમ પૂછતાં તેને જણાવ્યું કે નર્મદા જિલ્લાના કેવડિયા નજીક લીમડી બાર ફળિયા ગામે ચાહ અને ભજીયા સહિત પરચુરણ વસ્તુઓ વેંચતા આદિવાસી યુવાન સુરેશ તડવી એક પતરાના શેડ વાળા માનમાં દુકાન અને મકાન બનાવી રહે છે.આકરા ઉનાળાની શરૂઆત થઈ એટલે પતરાવાળા મકાનમાં એને પણ અસહ્ય ગરમીનો એહસાસ થયો.આર્થિક તંગીને કારણે એસી વસાવી શકે એમ હતું નહીં.એટલા માં જ એણે પોતાના ઘરમાં 20 લિટરનો એક ફાટેલો કારબો જોયો અને વેસ્ટ માંથી બેસ્ટ જુગાડ કરી એસી બનાવવાની યુક્તિ સુજી હતી .
સુરેશ તડવીએ 20 લીટરનો એક ફાટેલો પ્લાસ્ટિકનો કાર્બો લીધો એને કાપી પાછળ વેસ્ટ પડેલી લોખંડની જાળી ફિટ કરી સાથે ઘાસ બાંધ્યું અને આગળ ટેબલ ફેન ફિટ કરી બાંધી દીધો અને પાણી ભરી દીધું.આ દેશી બનાવટના એસી માં સુરેશે અંદર બરફ નાખવાની શરૂઆત કરી ત્યારે 2 ટનના એસી જેવી ઠંડક હાલ એમાંથી મળી રહી છે.
આ બાબતે સુરેશ તડવીએ જણવ્યું કે આટલી કારમી મોંઘવારીમાં એસી લાવવું પોસાય એમ જ નથી પણ ગરમી તો બધાને જ લાગવાની વેસ્ટ માંથી બેસ્ટ દેશી એસી બનાવવું સૌથી સહેલું અને સસ્તું પણ છે જે બજાર માંથી મોંઘું ડાટ એસી ન લાવી શકતા હોય એ આવું એસી બનાવી ઠંડક મેળવી શકે છે.હાલ મેં મારી દુકાનમાં જે એસી બેસાડયું છે એ જોવા ઘણા લોકો આવે છે,ઠંડકનો અનુભવ થાય તો તેઓ મારી પાસેથી આ દેશી અને સસ્તું એસી બનાવવાની રીત પૂછે છે અને હું એમને તેની રીત પણ બતાવું છું.જેમાં મને આનંદ અને સંતોષ મળે છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






