રાણપુર તાલુકાના ગઢીયા ગામે ખનન માફિયાઓની દાદાગીરી

0
340

રેતી ચોરીમાં ઝડપાયેલા લોડર,ટેક્ટ્રર ખાણ ખનીજના અધિકારીને ધમકી આપી છોડાવી જતા ચકચાર

બોટાદ જીલ્લાના રાણપુરની નદીની ભુમાફીયાઓએ ઘોર ખોદી નાખી છે છેક શિહોર,પાલીતાણા સુધી આ રેતી ચોરી વેચાય છે.ત્યારે રાણપુર તાલુકાના ગઢીયા ગામે રેતી ચોરી પકડવા ગયેલી અમરેલી તથા બોટાદ ની ખાણખનીજની ટીમે ટ્રેક્ટર (૧) GJ-33 B-4985(૨)ચેસીસ નં. W.WTB 2470518874(૩) GJ-33 B 4630(૪)GJ-33 B 1832(૫)મહિન્દ્રા કંપનીનું નંબર વિનાનુ ટ્રેક્ટર મળી કુલ પાંચ ખનીજ ચોરી કરતા રેઈડ દરમ્યાન મળી આવેલ ત્યારે આરોપીઓ પણ આવી અધિકારીઓની ફરજમાં રૂકાવટ કરી ભુંડાબોલી ગાળો આપી મારી નાખવાની ધમકીઓ આપી ટ્રેક્ટર તથા લોડર છોડાવી જતા રાણપુર પોલીસે લોડરના માલિક બનાભાઈ જેશીગભાઈ સાટીયા રહે.દેરડી તા.રાણપુર,કીનાભાઈ કેહાભાઈ સાટીયા રહે.સાંગણપુર,નાથાભાઈ રાહાભાઈ સિંધવ રહે.બોટાદ,દાવલભાઈ હરીભાઈ સિંધવ રહે,બોટાદ તથા તપાસમાં નીકળે તે ડ્રાઈવર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરેલ છે.રાણપુરની નદીઓમાંથી ઢગલે મોઢે રેતીચોરી થાય છે..

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY