રાણપુર એપીએમસી દ્વારા સહકારી ક્ષેત્રનાં આગેવાનો નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

0
366

ખેડુતો ને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવાવર્ષ પ્રારંભે સૌ પ્રથમ સહકારી ક્ષેત્રનાં આગેવાનોનુ સ્નેહમિલન સમારોહ યોજાયો રાણપુરની નારેચણીયા સમાજની વાડી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમા હાજર રહેલા ખેડુતો અને સહકારી સૌપ્રથમ આગેવાનો અને મહેમાનોનુ ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ ખેડુતો અને આગેવાનોને અખંડ ભારતના પ્રણેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર અંગેનુ ફિલ્મ બતાવવામાં આવ્યુ હતુ અને સરકારશ્રીના અધિકારીઓ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓની સચોટ માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમા રાણપુર એપીએમસી ચેરમેન નરેન્દ્રભાઈ બી દવે,વાઇસ ચેરમેન બાબુભાઈ વી ખાચર,ઇ.સેક્રેટરી ચંદુભા એસ પરમાર,કિશોરભાઈ ધાંધલ,હરેશભાઈ જાંબુકીયા,ભરતસિંહ ડોડીયા,મુકુંદભાઈ વઢવાણા,ડો.ધરાબેન ત્રિવેદી,રાણપુર વેપારી મંડળના ઉપ.પ્રમુખશ્રી સુલતાનભાઈ બાઘડીયા,પ્રકાસભાઈ સોની,રાણપુર તાલુકાના મંડળીઓના ચેરમેન સહીત અનેક ખેડુતો,આગેવાનો હાજર રહ્યા હતા

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY