ગઇ તા.૨૩/૦૬/૨૦૧૯ ના રોજ સાંજના સમયે બોટાદ ખોજાવાડીમાં રહેતા આરોપી જાવેદ ઉર્ફે ગુલો ગુલમહંદભાઇ ઝાખરાએ બોટાદ શહેરના તાજપર સર્કલ નજીક નગીના મસ્જીદ પાસે રહેતા ફિરોજભાઇ ઉર્ફે પ્રેમજી નુરાભાઇ જોખીયાના મકાનની બાજુમા આવેલ ખાલી પ્લોટ પચાવી પાડવા બાબતે દાઝ રાખી ફિરોજભાઇ ઉર્ફે પ્રેમજી નુરાભાઇ જોખીયા ઉવ.૪૮ તથા તેઓના પિતા નુરાભાઇ અલ્લારખભાઇ જોખીયા ઉવ.૭૫ વાળાને છરીના ઘા મારી મોત નિપજાવી તેમજ મરણ જનાર ફિરોજભાઇની દિકરી સલમાબેન ડો/ઓ ફિરોજભાઇ જોખીયા ઉવ.૧૮ વાળીને પેટના ભાગે છરીના ઘા મારી ગંભીર જીવલેણ ઇજા કરી આરોપી જાવેદ ઉર્ફે ગુલો ગુલમહંમદભાઇ ઝાખરા નાશી ગયેલ જે બનાવ અંગે ઇજા પામનાર સલમબેન ડો/ઓ ફિરોજભાઇ જોખીયાએ પોતાની ફરીયાદ સોનાવાલા જનરલ હોસ્પીટલ બોટાદ ખાતે પોતાની ફરીયાદ જાહેર કરતા બોટાદ પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૦૧/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૦૨,૩૦૭,૩૩૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ બોટાદ પો.સ્ટે ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.વાય.ઝાલાએ સંભાળ્યા બાદ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર સાહેબની સુચનાથી તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા વિભાગીય પોલીસ અધીકારી રાજદિપસિંહ નકુમએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરી બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ ગુન્હાના આરોપી જાવેદ ઉર્ફે ગુલો ગુલમહંદભાઇ ઝાખરા જાતે મુસ્લીમ સંધી ઉવ.૨૧ રહે.બોટાદ ખોજાવાડી વાળાને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવહી હાથ ધરેલ છે
તસવીર-વિપુલ લુહાર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





