બોટાદમાં ખોવાયેલ બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર

0
7

બોટાદ,તા.૩૦
બોટાદમાં ત્રણ દિવસ પગેલા ગુમ થયેલા બાળકનો મૃતદેહ પોલીસને નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવ્યો છે. ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો, રાણપુરા તાલુકાના રાજપરા ગામમાં ત્રણ દિવસ પહેલા જયેશ નામના બાળકની ગુમ થવાની ફરિયાદ તેના માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જયેશ તેની માતા સાથે ખેતરમાં ગયો હતો અને ત્યાંથી જયેશ ગુમ થયો હતો. જયેશના માતા-પિતાએ તેને શોધવા માટેના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ જયેશ મળ્યો ન હતો. આ કારણે તેના માતા-પિતાએ ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જયેશના માતા-પિતાની ફરિયાદના આધારે પોલીસ બાળકની શોધખોળ કરી રહી હતી. જયેશના ગુમ થયાના ૩ દિવસ પછી પોલીસને જયેશનો મૃતદેહ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવ્યો હતો. બાળકની હત્યા કેવી રીતે કરવામાં આવી છે, તે જાણવા માટે પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.
પોલીસે આ બાબતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે, બાળકનો મૃતદેહ કેનાલના પાણીમાં ડુબેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલ આ બાળકના મૃતદેહનું પેનલ ડાક્ટરની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવીને આગળની તપાસ શરૂ કરવામાં આવશે. બાળકના માતપિતાએ જણાવ્યું હતું કે, બાળકની લાશ જાતા એવું લાગે છે કે, બાળકની હત્યા કરીને તેને કેનાલમાં નાખી દેવામાં આવ્યો છે. તેનું મોત પાણીમાં ડુબવાના કારણે થયું નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY