રાણપુર તાલુકાના ગામડાઓમાં પી.જી.વી.સી.એલ.ની કોર્પોરેટ ડ્રાઈવ,૮.૬૯ લાખની વીજચોરી ઝડપાઈ

0
24

૧૭ એન.સી. આસામીઓ ઉપર F.I.R

વીજચોરીથી રાષ્ટ્રહીતને નુકસાન થાય છે માટે લોકોએ વીજચોરી બંધ કરી દેવી જોઈએ:એન.એન.અમીન

બોટાદ અધિક્ષક ઈજનેર પી.આર.ભાડજાની સુચના અનુસાર એન.આર.પાનસુરીયા નાયબ ઈજનેર બોટાદ,એન.એન.અમીન નાયબ ઈજનેર રાણપુર,બી.એસ.ચુડાસમા જુનીયર ઈજનેર રાણપુર,એસ.બી.ઢુસા જુનીયર ઈજનેર રાણપુર ની રાહબરી હેઠળ યોજાયેલ કોર્પોરેટ ડ્રાઈવમાં ભાવનગર,અમરેલી,સુરેન્દ્રનગર અને બોટાદ જીલ્લાની ૧૮ ટીમોએ રાણપુર તાલુકાના ખસ,હડમતાળા,અળઉ,અણીયાળી(કાઠી),પાણવી તથા કુંડળી જેવા ગામોમાં તારીખ-૨૮.૬.૨૦૧૯ તથા ૨૯.૬.૨૦૧૯ ના રોજ સવારે ૫ વાગ્યથી જુદા જુદા કુલ ૧૨૩ વીજકનેક્શનો ચેક કરતા જેમાંથી ૫૭ કનેક્શનોમાં વીજચોરી ઝડપાઈ હતી.જેમાંથી ૧૭ વીજકનેક્શન વગરના વીજ વપરાશ કરતા ૧૭ આસામીઓ આમે(નોન કન્મયુમર)ગ્રાહકો સામે એફ.આઈ.આર.દાખલ કરાવીને ૪ લાખની વીજચોરીની ફરીયાદ કરેલ છે.જેમની સામે ૧૩૫ કલમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. તે ૧૭ ના નામ નીચે મુજબ છે.સુરેશભાઈ કાળુભાઈ-પાણવી,ગગજીભાઈ ડાયાભાઈ પરાલીયા-પાણવી,મનસુખભાઈ નટુભાઈ-કુંડલી,મનસુખભાઈ બાબુભાઈ ધાડવી-પાણવી,સંજયભાઈ નટુભાઈ-કુંડલી,વલ્લભભાઈ ચંદુભાઈ-કુંડલી,વાઘાભાઈ હીરાભાઈ-પાણવી,ભરતભાઈ સવાભાઈ સરવૈયા-પાણવી,મનજીભાઈ કેહરભાઈ શેખ-કનારા,રાતાભાઈ પાંચાભાઈ જોગવા-ખસ,રામજીભાઈ અરજણભાઈ-ખસ,રઘુભાઈ કાથડભાઈ ખાચર-ખસ,આભાભાઈ અરજણભાઈ રાતડીયા-ખસ,પાંચાભાઈ છનાભાઈ ગોહિલ-ખસ,જેઠુરભાઈ મોકાભાઈ ખાચર-ખસ,મુકેશભાઈ મનસુખભાઈ મીઠાપરા-ખસ,પરેશભાઇ રાજારામભાઈ દેશાણી-ખસ કુલ ૫૭ ગ્રાહકોને ૮.૬૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે આ બાબતે રાણપુર પેટા વિભાગ કચેરી ના નાયબ ઈજનેર એન.એન.અમીન સાથે વાત કરતા તેમણે જણાવેલ કે લોકો વીજચોરી માટે લંગરીયા નાખતા ખુલ્લા વીજવાયરથી લાઈનો ફોલ્ટમાં જાય છે.અકસ્માતના બનાવો બને છે તથા વીજચોરીથી પણ રાષ્ટ્રહીતને નુકસાન થાય છે.લોકો વહેલી તકે સુધરે તો સારૂ બાકી દરોડાની કાર્યવાહી અવારનવાર ચાલુ જ રાખવામાં આવશે.માટે વીજચોરી સદંતર બંધ કરી દેવી જોઈએ

રિપોર્ટ-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY