રાણપુરના કિસાન સુવિધા કેન્દ્ર પર જાગૃત ખેડુતો દ્વારા તપાસ કરાતા ડીએપી ખાતરના થેલામાં 400 થી 500 ગ્રામ ઓછુ વજન જોવા મળતા ખેડુતોમાં રોષ
બોટાદ જીલ્લાના રાણપુર ના કિસાન સુવિધા કેન્દ્ર ખાતે જાગૃત ખેડુતો દ્વારા તપાસ કરાતા ડીએપી ખાતરના થેલામાં ઓછુ વજન જોવા મળ્યુ હતુ.ડીએપી ખાતરના થેલામાં છેડછાડ કરવામાં આવતા ખેડુતોમાં રોષ ભભુકી ઉઠ્યો છે રાણપુરના કિસાન સુવિધા કેન્દ્ર ખાતે વિતરણ કરાતા ડીએપી ખાતર ના થેલા માં 400 થી 500 ગ્રામ ઓછુ વજન આવતા ખાતર કૌભાંડ બહાર આવ્યુ છે. ખેડૂતોની પરસેવાની કમાણી માત્ર ભ્રષ્ટાચારમાં સમાણી આ કહેવત બની ચુકી છે દરેક બાબતે ખેડૂતો સાથે છેતરપીંડી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ફરી એક કૌભાંડ સામે આવ્યું છે.વારંવાર જગતના તાત ને છેતરવામાં આવી રહ્યો છે. મગફળી, તુવેર, મરચા અને બારદાન જેવા કૌભાંડોથી ખેડૂતો ની આંખો લાલ થઇ ગઈ છે.છતા આવા કૌભાંડોના કોઇ સચોટ નિવેડા આવ્યા નથી ત્યા આવા ભયંકર દુષ્કાળમાં મોંઘા-દાટ ખાતરોના કૌભાંડોના કોથળા ખુલ્યા છે. સરકાર માન્ય GSFC દ્વારા અપાતા ડી.એ.પી ખાતરની 50 કિલોના ખાતર ના થેલામાં સરેરાશ 400 થી 500 ગ્રામ ખાતર ઓછુ આપી ખેડૂતોનાં પરસેવાની કમાણી માત્ર ભ્રષ્ટાચારમાં સમાણી જેવી કહેવત પ્રસ્થાપિત થઈ ચુકી છે.ગુજરાત માં GSFC ના સરદાર ડીએપી ખાતર ની 22 લાખ કરતા પણ વધારે બોરીઓ વપરાય છે.ડીએપી ખાતર 28 રૂપિયે કિલો નો ભાવ છે.ત્યારે ખાતર કૌભાંડ માં હવે જોવુ એ રહ્યુ કે આમા ખાતર ના પેકીંગ માં સરકારી તંત્ર ની ભુલ છે કે કોઈ છેતરપીંડી આચરનારા તત્વો દ્વારા કરવામાં આવેલ ગડબડી છે.આમ રાજકોટ બાદ બોટાદ જીલ્લાના રાણપુરમાં પણ ખાતરમાં ઓછુ વજન આપતા હોવાનું બહાર આવ્યુ છે.આ મામલે ખેડુતોએ લાગતા વળગતા તંત્ર ને જાણ કરવામાં આવી છે.પરંતુ તંત્ર દ્વારા હજુ કોઈ તપાસ કરવામાં આવી નથી જ્યારે આ મામલે તાત્કાલિક તપાસ કરી કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડુતોએ માંગ કરેલ છે…
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





