બોટાદ એલ.સી.બી.એ અમરેલી સીટી પો.સ્ટે. ના ગુન્હામાં છેલ્લા દસ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

0
610

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની બોટાદ જીલ્લા તથા બોટાદ જીલ્લાની બહારના નાસતા ફરતા, આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જિલ્લાના પ્રોબેશનલ ડી.વાય.એસ.પી. સી.પી.મુંધવા તથા બોટાદ એલ. સી. બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ટી.એસ.રીઝવી સાથે આ કામગીરી બોટાદ ટેકનીકલ સેલની મદદથી ભાવનગર રેન્જના ગુન્હાના કામે નાસ્તા ફરતા આરોપીઓ અંગે માહીતી એકત્ર કરી પકડવા અંગેની કામગીરી માં હોય જે આધારે અમરેલી જીલ્લાના અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૮૧/૨૦૦૯ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અશ્વિનભાઇ કાનજીભાઇ માંગુકીયા રહે. રાંદલના દડવા તા.ઉમરાળા જી.ભાવનગર વાળો હાલ ઢસા ચોકડી પાસે આવેલ હોવાની ચોક્કસ હકીકત મળેલ હોય જે આધારે હેડ.કોન્સ. જીજ્ઞેશભાઇ હસમુખભાઇ દંગી તથા હેડ.કોન્સ. પ્રવિણસિંહ બનેસિંહ પરઘવી તથા પો.કોન્સ. ક્રિપાલસિંહ દોલુભા ઝાલા તથા ડ્રા.પો.કોન્સ. દિલાવરભાઇ અબ્દુભાઇ સૈયદ બ.નં.૪૮ એ અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૮૧/૨૦૦૯ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અશ્વિનભાઇ કાનજીભાઇ માંગુકીયા જાતે-પટેલ ઉ.વ.૪૨ રહે.રાંદલના દડવા તા.ઉમરાળા જી.ભાવનગર હાલ રહે.નરોડાગામ તા.ખાનપુર જી.મહીસાગર વાળા ને ઢસા ચોકડી ખાતેથી પકડી પાડી સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી માટે ઢસા પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર(બોટાદ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY