રાણપુર તાલુકાના ખેડૂતોએ કેનાલમા રામધુન કરી પાણી છોડવા આંદોલન કર્યું.

0
200

તંત્રએ 4 વાગ્યા સુધીમા પાણી આપવાની ખાત્રી આપતા આંદોલન સમેટાયું

પાણી આપવામા નહી આવે તો આજે કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો ઉપવાસ ઉપર ઉતશે.

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાનીવાડી, ખસ અને હડમતાળા ગામના ખેડૂતોએ લીંબડી વલ્લભીપુર જતી કેનાલમા પાણી છોડવા માટે તા.10/7/19ના રોજ કેનાલમા બેસી રામધુન બોલાવી અનોખી રીતે આંદોલન કરતા પાણીપુરવઠાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઈ પાણી આપવાની ખેડૂતોને ખાત્રી આપતા આંદોલન સમેટાઈ ગયુ હતું. રાણપુર તાલુકાના મોટા ભાગના ખેડૂતોએ કપાસનુ વાવેતર કરી દીધુ છે ત્યારે વરસાદ ખેચાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે આ ખેડૂતોને માત્ર કેનાલ ઉપર આધાર રાખવો પડે છે. કેનાલમા પાણી ન હોવાથી રાણપુર તાલુકાના નાનીવાવડી, ખસ, હડમતાળા ગામના ખેડૂતો લીંબડી વલ્લભીપુર જતી બ્રાન્ચ કેનાલમા મોટી સંખ્યામા ખેડૂતો ભેગા થઈ કેનાલમા બેસી તબલા, મંજીરા વગાડી રામધુન કરી પાણી છોડવા માટે અનોખુ આંદોલન કર્યુ હતું. આ આંદોલનની જાણ બોટાદ ખાતે નર્મદા નિગમના કાર્યપાલક ઈન્જિનિયરને થતા તેઓ ઘટના સ્થળે દોડી જઈ ખેડૂતોને 4 વાગ્યા સુધીમા પાણી આપવાની ખાત્રી આપતા આંદોલન સમેટાયુ હતું. અને ખેડૂતોએ જણાવ્યુ હતુ કે જો પાણી આપવામા નહી આવે તો તા. 11/7/19ના રોજ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરીશુ.

સરકાર દ્વારા તા.4/7/19ના રોજ કેનાલમા પાણી છોડવાની જાહેરાત કરવામા આવતા અમારા તાલુકાના મોટા ભાગના ખેડૂતોએ વાવેતર કરી દીધુ છે અને વરસાદ ખેચાતા પાક નિષ્ફળ જાય તેમ છે. તેમ છતા આ સરકાર દ્વારા કેનાલમા પાણી છોડવામા ન આવતા અમે ખેડૂતો કેનાલમા બેસી તબલા વગાડી રામધુન કરી પાણી છોડવા માટે આંદોલન કરવામાં આવ્યુ હતું. જો પાણી છોડવામા નહિ આવે તો આગામી દિવસોમા ઉગ્રઆંદોલન કરીશુ:-ધીરુભા કનુભા ડોડીયા ખેડૂત અગ્રણી નાનીવાવ

આજે અમે રાણપુર તાલુકાના 500 જેટલા ખેડૂતો લીંબડી વલ્લભીપુર બ્રાંચ કેનાલમા ભેગા થઈ રામધુન બોલાવી ભગવાનને પ્રાથના કરી કે નર્મદા નિગમના અધિકારીઓને સદબુધ્ધિ આપે અને ખેડૂતોના પાક સામે જોઈ કેનાલમા પાણી આપે. સરકાર દ્વારા પાણી છોડવાની ખેડૂતોને લોભામણી જાહેરાત કરતા ખેડૂતોએ ખેતરમા કપાસનુ બીયારણ સોપી દેતા કેનાલમા પાણી છોડવામા ન આવતા ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો ત્યારે આ સરકાર ખેડૂતોને આગળ વધારવાની વાત કરી રહી છે જે સરકાર ખેડૂતોને પાક માટે પાણી ન નથી આપી સકતી તે ખેડૂતો માટે સારા દિવસો ક્યાથી લાવશે:-પ્રતાપસિંહ ડોડીયા ખેડૂત અગ્રણી નાનીવાવડી

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY