બરવાળા ચોકડી પાસે રાણપુર વિદ્યાર્થીઓને લઈ આવતી બસ ખાળીયામાં ઉતરી

0
38

120 વિદ્યાર્થીઓનો સદનસીબે બચાવ કોઈને ઈજા નહી

બોટાદ જીલ્લાના રાણપુરની જન્મભુમિ હાઈસ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓને લઈને આવતી ધંધુકા ડેપોની બસ રાણપુરથી 2 કી.મી.દુર બળવાળા ચોકડી પાસે ખાળીયામાં ઉતરી જતા મોટો અકસ્માત થતા રહી ગયો હતો.
બનાવની મળતી વિગત મુજબ ધંધુકા થી સવારે 9:30 કલાકે ઉપડતી ધંધુકા-બોડીયા-રાણપુરની લોકલ બસ વિદ્યાર્થીઓ માટે વર્ષોથી ચાલે છે.જેમાં બોડીયા,હડમતાળા,માલણપુરના આશરે 120 વિદ્યાર્થીઓ એક જ બસમાં ઠાંસી ને ભરવામાં આવે છે.ખાળીયામાં ઉતરી ગયાની ભુલનો ઢાંક પીછોડો કરવા ડ્રાઈવરે જાતે ટાયરમાંથી હવા કાઢી નાખી હતી.જો કે આ બાબત બોડીયા તથા માલણપુરના સરપંચ સાથે વાત કરતા જણાવેલ કે ધંધુકા,બરવાળા અને બોટાદ એસ.ટી.ડેપો દ્વારા ચલક ચલાણા કરવામાં આવે છે.વર્ષોથી બે બસની માંગણી કરી હોવા છતા વધારાની બસ નથી તેમ જણાવવામાં આવે છે.આજના બનાવ વિશે વિદ્યાર્થીઓએ જણાવેલ કે આ ડ્રાઈવર હેન્ડસ ફ્રી ભરાવીને કાયમ ડ્રાઈવીંગ કરી વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાંખે છે.તથા રસ્તા સારા નહી હોવાથી વ્યવસ્થીત બસ ચલાવવાનું કહેવામાં આવે તો કહે કે મારે બસ ચલાવવાની છે તમારે કાંઈ કહેવાની જરૂર નથી.વળી બસ ચલાવતા ચલાવતા વીડીઓ કોલીંગ કરે છે.બસ ખાળીયામાં ઉતરી ગયા બાદ ડ્રાઈવર ભાગી ગયેલ જ્યારે કન્ડક્ટરને વાગ્યુ હોવા છતા વિદ્યાર્થીઓને બસની બહાર કાઢવામાં મદદ કરેલ…

આ બાબતે ધંધુકા ડેપો મેનેજર સાથે વાત કરતા નરેન્દ્રસિંહ રાઠોડે જણાવેલ કે આ ડ્રાઈવર ક્રિપાલસિંહ હરદેવસિંહ ચુડાસમા રહે.જીંજર તા.ધંધુકાની વિરૂધ્ધ અવારનવાર મૌખીક ફરીયાદો મળતી હતી.આજરોજ વીડીયો તથા વોટસેપથી મને જાણ થઈ છે ડ્રાઈવર હાજર થયે સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવશે..

આ બાબત બોડીયા ગામના સરપંચ બાબુભાઈ એ જણાવેલ કે અગાઉ પણ ગામની 25 દિકરીઓએ ડ્રાઈવર વિભત્સ બોલે છે તથા બસ બરાબર ચલાવતો નથી તેવી ફરીયાદ કરેલ 130 વિદ્યાર્થી હોવા છતા ધંધુકા ડેપો મેનેજર બસનો તુટો હોઈ બરવાળા તથા બોટાદ રજુઆત કરવા જણાવેલ છે સરકારમાં પણ રજુઆત કરેલ છે તેને બે વર્ષ થયા છતા પરીણામ મળેલ નથી.

આ બાબત રાણપુર પોલીસે બસના ડ્રાઈવર તથા કન્ડક્ટરને પોલીસ સ્ટેશને લઈ જઈ પુછપરછ કરી હતી અને કોઈપણ વાલીઓએ ફરીયાદ કરવાની તૈયારી ન બતાવતા બન્ને ને જવા દીધા હતા અને વધારે બસ મળે તેવી અમે લેખીત માંગણી કરશુ તેમ વાલીઓએ જણાવેલ

તસવીર:વિપુલ લુહાર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY