નર્મદા માં સરકારી દવાખાના કે શાળાઓ સહિતની જગ્યાઓ પર ફાયર સેફ્ટી બાબતે તંત્ર ની ઉદાસીનતા  

0
475

રાજપીપળા : હોસ્પિટલો અને શાળાઓમાં ભૂતકાળમાં અમુક શહેરો માં બનેલી આગની ઘટનાઓમાં નિર્દોષ દર્દીઓ અને બાળો ના મોત ના દ્રશ્યો હજુ લોકો ભૂલ્યા નથી ત્યાે આવી ઘટનાઓના બાદ સરકારે તમામ શાળાઓ કે હોસ્પિટલો માં ફાયર સેફટીની બાબતમાં કડકાઈ દાખવવા નિણય કર્યોં હતો છતાં પરિસ્થિિ માં કોઈ સુધાો થતો નથી જેમાં નર્મદા શહેરમાં પણ આવીજ લાલીયાવાડી છે છતાં સરકાર નો નિર્ણય જાણે માત્ર કાગળ પરજ હોય એમ લાગે છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ સરકાર કડક અમલ કરાવશે…? રાજપીપળા સહીત નર્મદા જિલ્લા ની શાળાઓ , હોસ્પિટલો જે અન્ય સરકારી કચેરીઓ માં ફાયર સેફટી બાબતે તંત્ર તદ્દન લાપરવાહ છે માટે નિયમોની એસી તેસી કરતા સરકારી ખાતાનાંજ અધિકારીઓ સામે કડક પગલાં લેવાય એ જરૂરી છે .

પેટ્રોલ પમ્પો,શાળા,કોલેજો સહીત તમામ ભીડ વાળી જગ્યાઓ પર ફાયર સેફટી ના સાધનો છે કે નહિ અને હોય તો એ સાધનો કામ કરે છે કે નહીં એ માટે જો જીણવટભરી તપાસ થાય તો નર્મદા જિલ્લા માંથી મોટી લાલીયાવાડી બહાર આવે એમ લાગે છે પણ તપાસ કોણ અને ક્યારે કરશે એ સળગતો સવાલ છે કેમ કે ગુજરાત માં કોઈ મોટી દુર્ઘટના બાદ સરકારી તંત્ર જાગે છે અને તપાસ ના આદેશો પણ અપાય છે પરંતુ આ બધું નાટ્યાત્મક જ હોય જેમાં આમ લોકો ના ભોગ લેવાતા હોય છે શું આ છે વિકાસ…?!

આપણા દેશ ના પી એમ અને મંત્રી ઓ વારંવાર વિદેશ યાત્રા જાય છે ત્યારે ત્યાંના ના જરૂરી નિયમો અને તેનું કેટલું કડક પાલન તંત્ર દ્વારા થાય છે એ બાબતે ના પાઠ ભણી આપણા દેશ માં એવા અમલ કરાવે તો એમની યાત્રા સફળ કહેવાય .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY