બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જુગાર બંધીની કડક અમલવારી થાય તે અંગેની સુચના કરવામાં આવેલ હોય જે અંગે એલ.સી.બી બોટાદના પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવીની સુચના મુજબ એ.એસ.આઇ. સી.એન.રાઠોડ તથા પો.કોન્સ. જયપાલસિંહ ચુડાસમા તથા બળદેવસિંહ લીંબોલા વિગેરે રાણપુર પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી-જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કોન્સ. બળદેવસિંહ લીંબોલાને મળેલ બાતમી આધારે રાણપુરના અણીયાળી (કાઠી) ગામે કાનીયાડ જવાના રસ્તે ખુલામાં અમુક ઇસમો જુગારક રમતા હોવાની બાતમી આધારે રેડ કરતા ૭ ઇસમો રૂ.૧૫,૫૦૦/- સાથે ઝડપી પાડ્યા હતા જેમાં (૧) લવજીભાઇ ઘુઘાભાઇ ગાબુ, (૨) રમેશભાઇ હરજીભાઇ બાવળીયા, (૩) નટુભાઇ વીરજીભાઇ મેર, (૪) બીજલભાઇ રામજીભાઇ સોલંકી, (૫) મનસુખભાઇ કુકાભાઇ જમોડ, (૬) જીગ્નેશભાઇ પ્રાગજીભાઇ જમોડ, (૭) સિકંદરભાઇ દિલાવરભાઇ પઠાણ નાઓ વિરૂધ્ધ રાણપુર પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે..
રિપોર્ટ-વિપુલ લુહાર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




