રાણપુર તાલુકાના બગડ ગામે જુથ અથડામણ,એસ.આર.પી જવાને ટોળાને વિખેરવા હવામાં ફાયરિંગ કર્યુ

0
351

જુથ અથડામણ પગલે બોટાદ એસપી, ડીવાયએસપી ,એલ.સી.બી, એસ.ઓ.જી.સહીતનો પોલીસ કાફલો બગડ ગામે દોડી ગયો.

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામે તા.14/8/19ના રોજ પાંચ વાગ્યાની આસપાસ જુથ અથડામણની ઘટના બની હતી. આ ટોળાને વિખેરવા માટે એસ.આર.પી.એ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.જો કે આ બનાવના પગલે પોલીસનો મસમોટો કાફલો બગડ ગામે દોડી ગયો હતો. અને પરિસ્થિતી કાબુમા લેવામાં આવી હતી.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામે ગત. 13 ઓગસ્ટના રોજ બગડ ગામે રહેતા તોફીકભાઈ યાસીનભાઈ કોઠારીયા ની ઈકો ગાડીમાં આજ ગામના સંજયભાઈ વાઘેલાએ કોઈ કારણોસર નુકશાન કરેલ જે બનાવ અંગે બન્ને વચ્ચે તકરાર બાદ સમાધાન થઈ ગયુ હતુ.અને મામલો થાળે પડ્યો હતો.પરંતુ તા-૧૪.૮.૨૦૧૯ ના સાંજના સુમારે અગમ્ય કારણોસર આકસ્મિક રીતે બગડ ગામે સાંજના સમયે બન્ને જુથના લોકો હથિયારો સાથે આમને સામને આવી ગયા હતા અને ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જુથ અથડામણ સર્જાઈ હતી. જો કે હાલમા થોડા સમય પહેલા જાળીલા ગામે ઉપસરપંચની હત્યા થઈ હતી તેના પગલે બગડ ગામમાં એસ.આર.પી.નો બંદોબસ્ત ગોઠવાયેલો છે ત્યારે આ ટોળાને વિખેરવા માટે એસ.આર.પી.ના જવાન પૃથ્વીરાજસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ દ્વારા પોતાની રાયફલ માંથી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ.એસ.આર.પી.દ્વારા હવામાં ફાયરિંગ કરતા જ ટોળા વિખરાઈ ગયા હતા.આ ધટનાની જાણ બોટાદ જીલ્લા પોલીસ વડાને થતા એસપી હર્ષદ મહેતા,ડી.વાય.એસ.પી,એલ.સી.બી,એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસ સહીત મસમોટો પોલીસ નો કાફલો બગડ ગામે દોડી ગયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે પૃથ્વીરાજસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ એસ.આર.પી ગૃપ 8 ગોંડલે રાણપુર પોલીસ સ્ટેશનમા ટોળા વિરૂધ્ધ ગુનો નોંધવતા રાણપુર પી.એસ.આઈ. જે.વી.રાણા સહિત બોટાદ જીલ્લા એસ.પી હર્ષદ મહેતા તથા ડી.વાય.એસ.પી.રાજદિપસિંહ નકુમ દ્વારા જુદી-જુદી ટીમો બનાવી કુલ ૧૩ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને બન્ને જુથના શખ્સોને અલગ અલગ રાણપુર અને પાળીયાદ પોલીસ સ્ટેશને લોકઅપમા રાખવામા આવ્યા હતા.
___________________________________________________________________________ બન્ને જુથના ઝડપાયેલા આરોપીઓ
(૧) ગોવિંદ બચુભાઈ વાઘેલા, (૨)મનસુખ બચુભાઈ વાઘેલા, (૩)મેહુલ ગોવિંદભાઈ વાઘેલા, (૪)આકાશભાઈ ગોવિંદભાઈ વાઘેલા, (૫)વિનુભાઈ ગોવિંદભાઈ વાઘેલા રહે.અમદાવાદ, (૬)રેખાબેન ગોવિંદભાઈ વાઘેલા, (૭)કોમલબેન ગોવિંદભાઈ બચુભાઈ વાઘેલા રહે.અમદાવાદ, (૮)યાશીનભાઈ (ઉર્ફે.મુનાભાઈ)ઇસ્માઈલભાઈ કોઠારીયા, (૯)મયુદીનભાઈ ઉષ્માનભાઈ કોઠારીયા રહે.ધંધુકા, (૧૦)મોહીનભાઈ(ઉર્ફે.મોઈનભાઈ)આદમભાઈ માંકડ રહે.બોટાદ, (૧૧)ઇલીયાસભાઈ ઇસ્માઈલભાઈ ભાસ રહે.બોટાદ, (૧૨) મેરાજબેન યાસીનભાઈ ઉસ્માનભાઈ કોઠારીયા, (૧૩) મુમતાજબેન આદમભાઈ વલીભાઈ માંકડ

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY