રાત્રે લાલચ આપી સગીરાને ઘરેથી ઉપાડી જઈ બન્ને શખ્સોએ વારાફરતી બળાત્કાર કરી સગીરાને વાડીએ મૂકી બન્ને યુવકો નાશી છુટ્યા.
સગીરાને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી જતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાઈ.
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામની સીમમા રાત્રીના સમયે સગીરાને પોતાના ઘેરથી લાલચ આપી ઉપાડી વાડીમા લઈ જઈ બે શખ્સોએ વારાફરતી બળાત્કાર ગુજારી સગીરાને વાડીમા મુકી નાશી છુટતા સગીરાને લાગી આવતા પોતાની વાડીએ રહેલ ઝેરી દવા ગટગટાવી જતા સારવાર માટે ભાવનગરની હોસ્પીટલે ખસેડવવામા આવી હતી.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના ગોધાવટા ગામે 17 વર્ષની સગીરા પોતાના માતાપીતા અને બહેન સાથે તા.12/8/19ના પોતાના ઘરે ફળીયામા સુતી હતી તે દરમીયાન મોડી રાત્રીના જાળીલા ગામના કિરણ ખીમજી અલગોતર અને ગીરીશ રાઘવ ચાવડાએ લાલચ આપી સગીરાને જાળીલા ગામની સીમમા કિરણની વાડીએ લઈ ગયેલ અને ત્યારબાદ બન્ને વ્યક્તિએ વારાફરતી સગીરા ઉપર બળાત્કાર ગુજારી સગીરાને તેની વાડીએ મુકી આ બન્ને શખ્સો નાશી છુટ્યા હતા. જ્યારે આ સગીરા ઘરમા તેના ખાટલામા સુતી ન હોવાની જાણ તેના માતાપીતાને થતા શોધખોળ કરતા સવારના 8.00 કલાકે પોતાની વાડીએ તપાસ કરતા આ સગીરાના મોઢામાંથી ફિણ નિકળતા હતા તેવી હાલતે મળી આવી હતી. જ્યારે સગીરાને આ અંગે પુછતા તેણે જણાવ્યુ હતુ કે ઉપરોક્ત બન્ને વ્યક્તિઓએ રાત્રીના તેની વાડીએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો તેથી સગીરાએ વાડીએ રહેલી ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનુ જણાવ્યુ હતું. ત્યારબાદ આ સગીરાના સૌ પ્રથમ 108 દ્વારા પાળીયાદ હોસ્પીટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી.
આ અંગે સગીરાના પીતાએ રાણપુર પોલીસ સ્ટેશનમા બન્ને આરોપીઓ વિરૂધ્ધ પોસ્કોનો ગુનો નોંધાવતા રાણપુર પી.એસ.આઈ. જે.વી.રાણાએ બન્ને આરોપીની ઘરપકડ કરી વધુ તપાસ બોટાદ સી.પી.આઈ. ગઢવી ચલાવી રહ્યા છે.
રિપોર્ટ-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



