બોટાદ : રાણપુરની હેત વિદ્યાલય દ્વારા 73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ પ્રકારના નાટકો,માઈમ સ્પીચ,ડાન્સ,પીરામીક જેવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.તદઉપરાંત શાળાના હોશિયાર વિદ્યાર્થી ને શૈક્ષણીક પુરસ્કાર સ્વરૂપે શાળા પરિવાર તરફથી જુદી જુદી રકમના ચેક આપીને વિદ્યાર્થીઓની શૈક્ષણીક પ્રવૃતી ને બિરદાવવામાં આવી હતી..
તસવીર:વિપુલ લુહાર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




