સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ચોકલેટનો અન્નકુટ ધરાવાયો

0
38

બોટાદ જીલ્લાના સાળંગપુર હનુમાનજી મંદીર ખાતે મહંત પુરાણીસ્વામી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી(અથાણાવાળા)ના શુભ પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજીના માર્ગદર્શનથી અને પુજારીસ્વામીની અથાગ મહેનતથી યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરમાં તા.૧૭.૮.૨૦૧૯ ને શનિવારે ચોકલેટ નો ભવ્ય અન્નકુટ નું આયોજન કરવામાં આવેલ.જેમાં હનુમાનજી દાદાને તમામ પ્રકારની ચોકલેટ નો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.બપોરના ૧૨ કલાકે ચોકલેટ અન્નકુટ નિમિત્તે હનુમાનજી દાદાની ભવ્ય અન્નકુટ આરતી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.આરતી દર્શન અને બપોરે ૧૨ થી ૫ વાગ્યા સુધી ચોકલેટ અન્નકુટના દર્શનનો લાભ મોટી સંખ્યામાં હરિભક્તોએ લીધો હતો.જ્યારે વિશેષમાં મંદીરની યજ્ઞશાળામાં દાદાના પ્રસન્નાર્થે મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ..

તસવીર:વિપુલ લુહાર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY