ઘણા વર્ષથી ચોરી/ઘરફોડ ના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી બોટાદ પોલીસ

0
35

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે બોટાદ જીલ્લાના તેમજ બહારના જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા આઇ.જી.પી નરસિંમ્હા કોમાર સાહેબ ભાવનગર રેન્જ નાઓની સુચના અન્વયે બોટાદ જીલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતા નાઓએ ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગરૂપે આજ રોજ વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.કે.વ્યાસ તથા અલગ અલગ કુલ ત્રણ ટીમ બનાવી જેમા પો.કોન્સ જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાં તથા હે.કોન્સ અરવિંદભાઇ ઉકાભાઇ મકવાણા તથા હે.કોન્સ ભગીરથસિંહ વિરસંગભાઇ લીંબોલા તથા પો.કોન્સ રાજેશભાઇ ચતુરભાઇ વીદાણી તથા રામદેવસિહ દેવુભા મોરી તથા હે.કો.વનરાજભાઇ વીશુભાઇ બોરીચા તથા વિરમભાઇ છેલાભાઇ ભરવાડ તથા ગોવિંદભાઇ કાળુભાઇ ગલચર તથા મહિલા પોલીસ કર્મી નયનાબેન રમેશભાઇ જાદવ એ રીતે નાઓ અલગ અલગ વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓ (૧) હુસૈનભાઇ રાયાભાઇ ડફેર રહે.ગોદાવરી.જી.સુરેંદ્રનગર ને બોટાદપો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૬૬/૧૯૯૪ ઇ.પી.કો ૪૫૭,૩૮૦ મા છેલ્લા ૨૨ વર્ષથી નાસતો ફરતોહોય તેને તથા (૨) જયંતિભાઇ ધીરૂભાઇ સારોલીયા રહે.મુળ બોટાદ ઓર્થોપેડીક હોસ્પીટલ સામે હાલ રહે.નવસારી વાળાને બોટાદ પો.સ્ટે ફ.ગુ.ર.નં ૯૦/૨૦૧૭ તથા ફ.૧૪૬/૧૧૭, તથા ફ.૧૫૨૧/૧૭ તથા ફ,૪૨/૧૮ ઇ.પી.કો ૪૫૭,૩૮૦,૧૧૪,૫૧૧ ના ગુન્હામા નાસતો ફરતો હોય તેને તથા આરોપી(૩) જયાબેન વા/ઓ મુકેશભાઇ કાનજીભાઇ સોલંકી રહે.લખતર જી.સુરેંદ્રનગર વાળીને બોટાદ પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૩/૨૦૧૫ઇ.પી.કો કલમ ૩૭૯ ના છેલ્લા ત્રણ વર્ષથી નાસતી ફરતી હોય જેઓને આજ રોજ તા.૦૯/૧૨/૨૦૧૮ ના રોજ મળેલ બાતમી હકિકત આધારે અલગ અલગ ટીમોએ ઝડપી પાડી મજકુર ત્રણેય આરોપીઓને અટક કરી કાર્યવાહિ કરવામાં આવેલ છે.

તેમજ બોટાદ પો.સ્ટે ના ફ.ગુ.ર.નં. ૨૩૮/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ ના ગુંહામાં નાસતા ફરતા આરોપી રાકેશભાઇ જવાભાઇ પાવી રહે.માતવા તા.ગરબાડા જી.દાહોદ વાળાને ગુન્હાના કામે કબ્જો મેળવવા બોટાદ પો.સ્ટેના પોલીસ સબ.ઇન્સ. બી.એલ.રાવલ નઓને પોલીસ સ્ટાફ સાથે રવાના કરી તજવીજ હાથ ધરવામાં આવેલ છે. તેમજ બોટાદ પો.સ્ટે સે.ગુ.ર.નં.૨૦૭/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ (૨) વિ.મુજબના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી ગીરીશ મનસુખભાઇ મકવાણા નાઓને ગુન્હામાં સમાધાન થતા નામ.કોર્ટ દ્વારા ફેંસલ કરવામા આવતાનામ.કમી.કરવા તજવીજ કરવામાં આવેલ છે તેમજ એલ.સી.બી શાખા બોટાદ જીલ્લાના પો.ઇન્સ એચ.આર.ગોસ્વામી નાઓ દ્વારા એલ.સી.બી સ્ટાફ સાથે આ ઝુંબેશ અંતર્ગત બોટાદ પો.સ્ટેના ફ.ગુ.ર.નં.૮૭/૨૦૧૧ ઇ.પી.કો કલમ ૪૫૭,૧૩૮૦,૧૧૪ મુજબના ગુન્હામાં ઘણા સમયથી નાસતો ફરતો આરોપી બાબુભાઇ ઉંમરભાઇ ઉર્ફે ઉમરશા હાજીશા શાહમદાર ઉર્ફે બાપુશા ઉર્ફે પાપુશા રહે. વંથલી જી.જુનાગઢ હાલ રહે.ગુંજાર તા.ધંધુકા જી.અમદાવાદ વાળાને ખાસ હકિકત આધારે તા.૦૮/૧૨/૨૦૧૮ ના રોજ પકડી ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે આમ છેલ્લા ઘણા વર્ષોથી નાસતા ફરતા વોન્ટેડ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં મોટી સફળતા મળેલ છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY