પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનના લીરેલીરા ઉડાડતુ ગઢડા નગરપાલીકા તંત્ર

0
20

બોટાદ,તા.૨૯
ગઢડા શહેરમાં બી.એ.પી.એસ.સ્વામિનારાયણ રોડના પવિત્ર ઘેલા નદીના તટ પર જાણે કે કચરાનો મેળાવડો જામ્યો હોય તેમ લાગી રહ્યુ છે.આ જગ્યાએ નગરપાલીકા દ્વારા “અહિ કચરો ન ફેકવો જો કચરો ફેકવામાં આવશે તો કાનુની કાર્યવાહી કરવામાં આવશે” આ પ્રકારનુ એક બોર્ડ પણ લગાવેલ છે. શુ આ શોભાના ગાઠીયા જેવુ બોર્ડ માત્ર કચરો ફેકનારને ડરાવવામાટે જ લગાવવામાં આવ્યુ છે કે તેના પર તંત્ર અમલવારી પણ કરશે ? સ્વચ્છ અભિયાનની મોટી મોટી વાતો કરતુ ગઢડા નગરપાલીકા તંત્ર આ એક તસ્વિર જોતા તંત્રની સ્વચ્છ ભારત અભિયાનની પોલ ખુલી ગઇ છે. શુ નેતા કે અધિકારીઓને માત્ર સ્વચ્છ ભારત અભિયાન ના નામ પર સફાઇ કરતાનો ફોટો પાડી સોસીયલ મડીયામાં વાહ વાહ કરવામાં જ રસ છે ?
આજે સરકાર સ્વચ્છ ભારત અભિયાન કે શૌચાલય મુક્ત ભારત જેવા અભિયાનો પાછળ તોતિંગ ખર્ચાઓ કરે છે. શુ ગઢડા નગરપાલીકા તંત્ર દ્વારા આ અભિયાન પાછળ ખર્ચા ખરેખર કરે છે કે માત્ર કાગળ પર જ બતાવે છે? એ જોવાનુ રહ્યુ. હાલ ચોમાસાની પણ ઋતુ ચાલુ હોય વરસાદનો માહોલ હોય તેથી કચરાને કારણે મચ્છરનો ઉપદ્રવ વધતો હોય જે અન્વયે ગઢડા નગરપાલીકા દ્વારા વહેલી તકે આ કચરાનો નિકાલ કરવામાં આવે અને ફરી અહિ કચરાનો મેળવડો ન જામે અને નગરપાલીકા તંત્ર દ્વારા લગાવેલ બોર્ડની શરતોની પુણૅ અમલવારી થાય તેવી લોક માંગ ઉઠવા પામેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY