બોટાદ ભાંભર રોડ ઉપર માતાવાડી સામે આબલીવાળા પડા પાસે ગઇ તારીખ ૨૯,૧૧,૨૦૧૮ ના રોજ બપોરના સમયે બોટાદના રહીશ ફરીયાદી સાડા છ વર્ષની માસુમ બાળકી ને એક અજાણ્યો માણસ પતંગ બનાવી આપવાની લાલચ આપી લક્ષ્મી નારાયણ પાર્ક-2 નામના ખુલ્લા પ્લોટીંગ ના દિવાલ વાળા કંપાઉન્ડમાં લઇ જઇ બાળા સાથે દુષ્કર્મ કરી ભાગી છુટેલ હોય જે અનુસંધાને બાળાના પિતાજીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ જે અન્વયે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.૧૪૯/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૭૬(એ)(બી) તથા પોકસો અધિનિયમ ની કલમ ૪,૬,૮,૧૨,મુજબ ના ગુન્હો દાખલ થયેલ અને સમાજને અશોભનીય બનાવતા આ બોટાદ જીલ્લાના પ્રથમ ચર્ચાસ્પદ બનાવની આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ અને આ ગુન્હામાં અજાણ્યા આરોપીનું નામ જાહેર થયેલ ન હોય જેથી ભાવનગર રેન્જ ના મે આઇ.જી.પી નરસિંમ્હા કોમાર બોટાદ જિ.પોલીસ વડા હર્ષદ મહેતા નાઓએ તુરંત જ આ ગુન્હાના આરોપી ને તાત્કાલિક ધોરણે શોધી કાઢવા માટે ભાવનગર તેમજ સુરત મુકામેથી સ્કેચ એક્સપર્ટ બોલાવી આ ગુન્હાની ભોગબનનાર તથા બાળ સાહેદોની મદદથી શકમંદ આરોપીઓનો.સ્કેચ એક્સપર્ટ બોલાવી આ ગુન્હા ની ભોગબનનાર તથા બાળ સાહેદોની મદદથી શકમંદ આરોપીઓનો સ્કેચ તૈયાર કરવા સુચના કરેલ હોય જે આધારે બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાનાઓએ બોટાદ વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિહ નકુમ તથા આ ગુન્હાના તપાસ કરનાર અધિકારી બોટાદ પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.વ્યાસ તથા બોટાદ બોટાદ પોલીસ ડી.સ્ટાફ બોટાદ. એલ.સી.બી.શાખાનાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.ગોસ્વામી તથા સ્ટાફ એસ.ઓ.જી.શાખાનાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.દિવાન તથા બોટાદ જિલ્લા ના તમામ પોલીસ સ્ટેશન ના અધિકારીઓને આ ગુન્હા ના આરોપીને શોધી કાઢવા માટે જુદી જુદી ટીમ બનાવી આરોપી ની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને ઉચ્ચકક્ષાએ થી આ ગુન્હો શોધી કાઢવા માટે રાજકોટ શહેર ખાતે ડીસી બી શાખામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.સી.કાનમીયા તથાતેમની ટીમનાં સંજયભાઈ રૂપાપરા,જગમાલભાઇ ખટાણા ને પણ ટેકનીકલ મદદ માટે બોલાવવામાં આવેલ બોટાદ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન માંથી પોલીસ કર્મચારીઓ બોલાવી કુલ ૧૫૦ પોલીસ કર્મચારીઓ/અધિકારીઓની અલગ અલગ સાત ટીમ બનાવવામાં આવેલ જેમાં ઈન્વેસ્ટીગેશન ટીમ.ઇન્ટ્રોગેશન ટીમ સી.સી.ટી.વી.રીવ્યુ ટીમ ટેકનીકલ સર્વેલન્સ ટીમ આરોપીઓના સ્કેચ મુજબના શંકમંદોની પુછપરછ લોકોમાં તથા પ્રચાર માધ્યમો (મીડીયા) માં લોકો ભાગીદારી થી શકમંદ અંગે ગુપ્ત અને ખાનગી બાતમીદારોથી બાતમી મેળવવા અંગેની કાર્યવાહી જુનાં ગુનામાં પકડાયેલાં આરોપીઓની પુછપરછ ટીમ તથા વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવવા માટે ડોગ સ્કોડ.એફ.એસ.એલ તથા ભોગબનનાર તથા બાળ સાહેદોની મનોવૈજ્ઞાનિક પુછપરછ માટે ટીમોની સધન કામગીરી તપાસ હાથ ધરવામાં આવી હતી
બોટાદ જિલ્લાના મીડીયાના મિત્રો વિવિઘ એસોસીએશન તથા લોક ભાગીદારી થી આશરે ૪૫૦ થી ૫૦૦ લોકોની પુછપરછ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કરવામા આવેલ હતી
સુરત સ્કેચ નિષ્ણાત દિપેન જગીવાલા એ બાળ સાહેદોની મદદથી તૈયાર કરેલ સ્કેચ સાથે જન ભાગીદારી થી ગુન્હો શોધવા માટે ખુબજ ઉપયોગી કડી બની રહી હતી.

આ ગુન્હાનો આરોપી કુલદીપસિંહ ઊર્ફે અરુણ રાજુભા પરમાર રહે.બોટાદ વાળાને આજરોજ ૧૨.૦૦કલાકે અટક કરવામાં આવેલ છે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





