રાણપુર તાલુકાના વેજલકા ગામે શંકાસ્પદ કોંગો ફીવર નો કેસ મળ્યો

0
334

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના વેજલકા ગામના હિતેશ ગોવિંદભાઈ સીતાપરા ઉંમર ૧૮ ને ચાર-પાંચ દિવસથી તાવ આવતો હતો જેની સારવાર ધંધુકા આર.એમ.એસ.હોસ્પિટલમાં લેવામાં આવી હતી.જ્યાં રીપોર્ટ કર્યા બાદ બોટાદમાં પાળીયાદ રોડ ઉપર આવેલ વડોદરીયા હોસ્પિટલ રીફર કરવામાં આવેલ જ્યાં આર.એમ.એસ.હોસ્પિટલના રીપોર્ટ જોયા બાદ ડોક્ટરે ભાવનગર જશો તો પણ ફેર નહી પડે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાની ભલામણ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.આ બાબતે દાખલ થયેલ હિતેશ ના બનેવી સાથે વાત કરતા જણાવ્યુ કે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.અને રીપોર્ટ કરાવેલ છે જે ત્રણ ચાર દિવસ પછી આવશે,વધુ માં જાણવા મળ્યા મુજબ બોટાદ આરોગ્ય અધિકારીઓની ટીમ વેજલકા દોડી ગઈ અને પશુઓ ઉપર જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરેલ છે.

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY