ધંધુકા ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

0
390

બોટાદ : અમદાવાદ જીલ્લાના ધંધુકા સ્થિત વિમલમાતા સ્કૂલ ખાતે ઠાકોર સમાજ દવરા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ધંધુકા, બરવાળા, ધોલેરા અને રાણપુર તાલુકાના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક લોકો કાર્યક્રમ થકી પ્રેરણા લઈ પોતાના બાળકોને શિક્ષણ આપી સમાજને શિક્ષિત બનાવે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો.આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરથી પધારેલ વિકાસભાઈ મુંઝાપરાએ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના વિકાસ માટે ખૂબ જરૂરી છે શિક્ષણ થકી જ સમાજ આગળ આવે છે માટે સમાજના દરેક લોકો પોતાના દીકરા – દીકરીઓને શિક્ષણ આપે. શિક્ષણના પાયાને મજબૂત કરી સમાજને મજબૂત બનાવવા વધુમાં જણાવ્યું હતું. બેટી બચાવો, બેટી પઢાવો, મહિલા સશકિતકરણ તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લેવા વધુમાં અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સમાજની દીકરી વૈશાલિબેન કોલાદરાએ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધનમાં દીકરી વિશે તેમજ પ્રધાનમંત્રી તથા રાજ્યસરકારની યોજના વિશેની માહિતી આપી ઉપસ્થિત સમાજના લોકોને યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત બાલા હનુમાન મંદિરના મહંત તેમજ મહાનુભાવો તેમજ દાતાશ્રી દવરા વિદ્યાર્થીઓને શિલ્ડ અને કિટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યકમમાં ઊપસ્થિત કલાકાર છોટે વિક્રમ ઠાકોર ગણાતા એવા વિશાલ ઠાકોરે તેમજ રાહુલ ઠાકોરે પોતાના અભિનય તેમજ ગીતો દવરા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ સન્માન સમારોહની સાથે ઠાકોર સમાજ દવરા એક વિશાળ મોટર સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલી નવાપરા ખાતેથી પ્રસ્થાન થઈ મેઈન બસ સ્ટેશન રોડ થઈને વિમલમાતા સ્કૂલ ખાતે પહોંચી હતી. આ સન્માન સમારોહમાં સુરેન્દ્રનગરથી પધારેલ સમાજસેવક વકીલ ડો.પ્રકાશભાઈ, વિમલ જ્યોત સ્કૂલના ફાધર, બહુચરાજી થી સોનલમાસી, કિરણમાસી, બરવાળા, ધોલેરા અને રાણપુર તાલુકામાંથી ઠાકોર સમાજના આગેવાનો,આજુબાજુના ગામના લોકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી – વાલીઓ ઉપસ્થિત રહયાં હતા.

રિપોર્ટર-વિપુલ લુહાર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY