રાણપુરના સુંદરીયાણા અને બરાનીયા ગ્રામજનોએ કેનાલનુ કામ પુર્ણ કરવા કલેક્ટરને આવેદન આપ્યું.

0
57

કેનાલના અધુરા કામને લીધે પેટા કેનાલ ઓવરફલો થતા ખેડૂતોના ઉભા પાકમા પાણી ફરી વળતા લાખોનુ નુકશાન. 

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે નર્મદાની પેટા કેનાલ ઓવરફ્લો થતા આ પાણી ખેતરોમા ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને મોટુ નુકશાન થતા ખેડૂતોના બેહાલ થયા છે એક બાજુ આ વિસ્તારમા દોઠથી બે ઈંચ જેટલો વરસાદ થયો અને તેજ દિવસે રાત્રે કેનાલનુ પાણી ફરી વળતા ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી સ્થીતિ સર્જાય છે જેને લઈ સુંદરીયાણા અને બરાનીયા ગામના ખેડૂતોએ પેટા કેનાલનુ કામ પુર્ણ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું.
રાણપુર તાલુકાના સુંદરીયાણા અને બરાનીયા ગામની સીમ વિસ્તારમાંથી નર્મદાની બોટાદ બ્રાન્ચ કેનાલ માંથી પેટા કેનાલ સુંદરીયાણા ડીસ્ટ્રી.એલ.ડી. 10 કેનાલ પસાર થાય છે આ કેનાલ નુ કામ કોન્ટ્રાક્ટર દ્વારા પુર્ણ ન કરતા અધુરૂ છોડી દેવામા આવ્યુ છે. આ અંગે ગામના ખેડૂતો અને આગેવાનો દ્વારા છેલ્લા ચાર પાંચ વર્ષથી નર્મદા નિગમને વારંવાર રજુઆતો કરવામા આવી છે તેમ છતા તંત્ર દ્વારા  આ કેનાલનુ કામ પુર્ણ કરવામા આવ્યુ નથી. જેના લીધે આ કેનાલમા વારંવાર પાણી છોડાતા ખેડૂતોના ખેતરોમા પાણી ફરી વળતા ખેડૂતોને મોટાપાયે નુકશાન થઈ રહ્યુ છે. વહેલીતકે આ કેનાલનુ કામ પૂર્ણ કરવામા આવે તેવી માંગ  સાથે ખેડૂતોએ બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું.

તંત્રને વારંવાર રજુઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામા આવી: ભરતભાઈ એમ.ખાચર

અમો ગ્રામજનો દ્વારા આ પેટાકેનાલનું અધુરૂ કામ પૂર્ણ કરવા નર્મદા તંત્રને વારંવાર રજુઆતો કરી છે તેમ છતા તંત્ર દ્વારા આજદીન સુધી કોઈ કાર્યવાહી કરવામા આવી નથી જેના લીધે અમો ખેડૂતોમા તંત્ર સામે રોષ ફેલાયો છે. 

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY