કટક,તા.૨
ગત થોડા સમયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ક્રિકેટમાં પોતાની છબિ સુધારવા માટે સખતાઇ અપનાવી રહી છે. ક્રિકેટમાં ભ્રષ્ટાચારના મામલા હોય કે પછી ક્રિકેટરો દ્વારા પોતાની ખોટી ઉંમર ખોટી બતાવવી. દરેક કેસમાં બીસીસીઆઇએ ના ફક્ત સખતાઇ વર્તી છે પરંતુ તેણે ઝડપથી કાર્યવાહી કરી હતી. તાજેતરના કેસમાં બીસીસીઆઇએ ઓડિશાના બે ક્રિકેટરો પર પોતાની ખોટી ઉંમર બતાવવાના મામલે કાર્યવાહી કરી છે.
આ બંને ક્રિકેટરો પર આરોપ છે કે તેમણે ઉંમર સંબંધી જે દસ્તાવેજો આપ્યા છે તે બનાવટી અને તેમાં તેમની ઉંમર ખોટી છે. ક્રિકેટમાં જૂનિયર લેવલ પર, અંડર ૧૩, અંડર ૧૬ અથવા અંડર ૧૯ જેવી શ્રેણીમાં ઘણા ખેલાડી પોતાની ઉંમર ખોટી બતાવે છે અને તેના માટે બનાવટી દસ્તાવેજોનો સહારો પણ લે છે. આ મામલે ઓડિશાના બે ખેલાડી રાજેશ મોહંતી અને કૃષ્ણા પિલ્લઇ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.
ઓડિશા ક્રિકેટ એસોસિએશનના સચિવ સંજય બેહરા બંને ખેલાડીઓને સસ્પેન્ડ કર્યાની પુષ્ટિ કરતાં બંને ખેલાડીઓ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે કારણ કે પોતાની યોગ્ય ઉંમર છુપાવવાનો પ્રયત્ન કર્યો.
તો બીજી તરફ, ઓડિશામાં પણ આ પ્રકારની પ્રથમ ઘટના નથી. ઓક્ટોબર ૨૦૧૬માં પણ બીસીસીઆઇએ ઓડિશાની ૨૦ ખેલાડીઓ પર એક વર્ષનો બેન લગાવ્યો હતો. આ ખેલાડીઓમાંથી ૭ સીનિયર મહિલા ક્રિકેટર્સ અને ૧૨ અંડર ૧૯ પ્લેયર્સ સામેલ હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


