કાર કેનાલમાં ખાબકતા માતા-પુત્રીના ડૂબી જવાથી મોત

0
16

બોટાદ,તા.૬
બોટાદમાં આવેલી નર્મદાની બ્રાંચ કેનાલમાં કાર ખાબકતાં બે વ્યકિતઓનાં મોત નિપજ્યા છે. ભાવનગરનો પરિવાર પોતાનું ખેતર જોવા માટે કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કાર કેનાલમાં ખાબકતાં કારમાં સવાર માતા અને પુત્રીનાં મોત નિપજ્યા હતા. તો સ્થાનિકોએ કારમાં સવાર ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બોટાદમાં સેંથળી ગામ પાસે રેફડા ગામની સીમમાં આવેલ નર્મદાની કેનાલનાં માર્ગ પરતી પસાર જઈ રહેલી હ્યુંડાઈ વર્ના કાર કેનાલમાં ખાબકી હતી. કારમાં સવાર પરિવાર ભાવનગરનાં સરદાર નગર સર્કલ પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. અને તેઓ કારમાં ખસ ગામેથી રેફડા ગામે પોતાનું ખેતર જોવા જઈ રહ્યા હતા. ત્યારે કાર કેનાલમાં ખાબકી હતી.
સ્થાનિકોએ તાત્કાલિક કેનાલમાંથી ડ્રાઈવરને બહાર કાઢયો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ ડ્રાઈવરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તો આ અકસ્માતમાં માતા અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. કારને ટ્રેક્ટર મારફતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ મામલે બરવાળા પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY