કષ્ટભંજન હનુમાનજીને શાંતા ક્લોઝના વસ્ત્રો પહેરાવતા વિવાદ

0
26

બોટાદ,તા.૩૦
સારંગપુરના કષ્ટભંજન હનુમાનજીને શિયાળામાં ગરમ મખમલી વાઘા પહેરાવાયા છે. ત્યારે તેને કથિત શાંતાક્લોઝના વસ્ત્રો પહેરાવ્યા હોવાનો દાવો કરીને અજાણ્યા લોકોએ વોટ્‌સએપ પર વાઈરલ કર્યું છે.
સાળંગપુર મંદિર કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, આ ગરમ વાઘા છે. જે શિયાળામાં ભગવાનને અર્પણ કરવામાં આવતા હોય છે. અત્યારે ધર્નુમાસ ચાલી રહ્યો છે. ધનુર્માસ નિમિત્તે ઠાકોરજી સવારે વહેલાં ભણવાં જતા હોય છે. એટલે દરરોજ અલગ-અલગ કલરના વાઘા પહેરાવવામાં આવે છે. આજે રવિવારનો દિવસ છે. ભગવાનને એવો ભાવ વ્યક્ત કર્યો છે. કે ભગવાનને આજે ગરમ વાઘા પહેરાવી અને તેમના બાળ સખા મિત્રો સાથે રમવા માટે મોકલીએ. આ વાઘા ધરમભાઈ કરીને એક હરિભક્ત છે. જે અમેરિકામાં રહે છે. તેમને મોકલાવેલા છે. તેમને સારા ભાવથી વાઘા અર્પણ કર્યા છે. તેમને ત્યાંથી ગરમ વાઘા બનાવીને મોકલાવ્યા છે. દાદાને વાઘા દિવસમાં બે વખત બદલવામાં આવે છે. ઘણાં બધા ભક્તો દાદાને વાઘા અર્પણ કરે છે. માટે પેન્ડિંગ પડેલા વાઘા દિવસમાં દાદાને બે વખત બદલવામાં આવે છે.
૨.કડકડતો શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ભગવાનને પણ ઠંડી લાગે નહીં એટલા માટે મંદિર દ્વારા હનુમાનજીને લાલ રંગના ગરમ વસ્ત્રો પહેરાવાયા છે. તેમાં ટોપી સામેલ છે. વસ્ત્રોના કિનારી પર સફેદ રંગની બોર્ડર છે. જેને સાંકળીને લોકો શાંતાક્લોઝ ગણાવી રહ્યા છે.
હનુમાનજીના વાઘાને લઈને હિન્દુવાદી સંગઠનોનો વિરોધ કર્યો હતો. તેમજ તેને દૂર કરવા માટે માંગ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY