જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ચુકાદામાં ચેક રિટર્ન થતા એકવર્ષની સજા અને રૂ.૧.૫૦લાખ ચુકવવા હુકમ

0
17

બોટાદ જીલ્લાના રાણપુરના યુવકે ક્રેડીટ સોસાયટી લી.માથી લીધેલ લોનના પૈસા ચુકવવા ચેક આપતા ચેક રીટર્ન થતા યુવકને કોર્ટે એક વર્ષની સજા અને દોઠ લાખ રૂપિયાનુ વળતર ચુકવવા હુકમ કર્યો છે
રાણપુરમાં આવેલી સ્વામી વિવેકાનંદ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લી.માંથી અશોક પરમાનંદભાઈ પરમાર નામના યુવકે લોન લીધી હતી જે લોનના લેણા બાબતે રૂપિયા 1.40.000નો ચેક લખીને વિવેકાનંદ કો.ઓપરેટીવ સોસાયટી લી.ને આપ્યો હતો આ ચેક રીટર્ન થતા સ્વામી વિવેકાનંદ મંડળીએ ધંધુકાના મહે.ફસ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટની કોર્ટ માં નેગોસીયબલ કાયદા નીચે નં.916/08 થી ફરીયાદ કરવામાં આવી હતી ત્યારબાદ આ કેસ રાણપુર ખાતે નવી દીવાની ફોજદારી કોર્ટ થતા રાણપુરના મહે.જ્યુડી.ફસ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપી અશોક પરમાનંદભાઈ પરમાર ને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા અને વળતર પેટે રૂ.1.50.000 ચુકવવા હુકમ કર્યો હતો

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY