બોટાદ જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન-રામધુન બોલાવી ધરણા યોજી વિરોધ કરાયો
વિરોધ પ્રદર્શનની સાથે રક્તદાન કેમ્પ યોજાયો 51 બોટલ રક્ત એકત્રીત કરાયુ
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અનુસાર પંચાયત સેવા હેઠળના આરોગ્ય વિભાગના ફીમેલ હેલ્થ વર્કરો,મલ્ટી પરપઝ હેલ્થ વર્કરો,ફાર્માસીસ્ટો,લેબોરેટરી ટેકનિશ્યનો,મેઈલ તથા ફીમેલ સુપરવાઈઝરો વગેરે જેવી જુદી જુદી છ કેડરના વર્ષો જુના વણઉકેલાયેલ પડતર પ્રશ્નો બાબતે બોટાદ ખાતે બોટાદ જીલ્લાના તમામ પંચાયત હેઠળના આરોગ્ય કર્મચારી એક સાથે સામુહિક રજા(માસ.સી.એલ.)પર ઉતરી ગયેલ આરોગ્ય કર્મચારી દ્વારા વિરોધ દર્શાવેલ પરંતુ સરકાર દ્વારા પડતર માંગણીઓ અંગે કોઈ નિરાકરણ ન આવતા બોટાદ જીલ્લા આરોગ્ય કર્મચારી સામુહિક રીતે એક દિવસ માટે રજા ઉપર ઉતરી ગયા હતા બોટાદ તાલુકા સેવા સદન સામે તમામ કર્મચારીઓ.દ્વારા ધરણા યોજી રામધુન બોલાવી હતી જાહેર લોક સેવાર્થે સગર્ભા બહેનો કે અન્ય જરૂરીયાત મંદો ને મદદ કરવા માટેના ઉદેશ્યથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં આરોગ્યના તમામ ભાઈઓ અને બહેનો કર્મચારીઓ દ્વારા 51બોટલ રક્ત એકત્રિત કરી ઉમદા સેવા કરી હતી.આરોગ્યના કર્મચારી દ્વારા ઘરે ઘરે જઈને પ્રતિકુળ વાતાવરણમાં પણ કષ્ટ વેઠી અને ચેપી રોગચાળા વચ્ચે પોતાના જીવન નુ જોખમ વેઠીને છેવાડાના લોકોને આરોગ્યની સેવાઓ તેમજ સરકારી યોજનાને સફળતાપુર્વક પહોચાડવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમથી સરકાર ને આ પ્રશ્ને હકારાત્મક નિર્ણય કરી સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી આરોગ્ય પંચાયત કર્મચારીઓની માંગણી છે
તસ્વીર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





