જીલ્લાની તથા આંતર જીલ્લાની કૂલ- ૦૬ મો.સા ચોરીઓનો ભેદ ઉકેલી કૂલ- ૦૪ આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી ટીમ બોટાદ

0
106

પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કોમાર ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ બોટાદ જીલ્લામા વાહનચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હેગારો પકડી પાડી ચોરીમા ગયેલ મુદ્દામાલ રીકવર કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ પોલીસ અધીક્ષક હર્ષદ મહેતા સાહેબનાઓની સુચનાથી પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી એચ.આર.ગોસ્વામીનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફ બરવાળા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન સાથેના સ્ટાફના પો.કો બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા હે.કો રામદેવસિંહ દેવુભા મોરી ને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સાળંગપુર ગામના પશવાભાઇ પટેલની વાડીએ બહારના રાજ્યમાંથી આવેલ ખેત મજુરો પાસે ચોરીના મોટર સાયકલ છે અને આ ખેત મજુરો તેમની વાડીએ હાજર છે. જે આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુદી જુદી કંપનીના કૂલ – ૦૬ મો.સા તથા કૂલ ૦૪ આરોપીઓ મળી આવેલ છે. જેમા ત્રણ મો.સા સાળંગપુર તા.બરવાળા જી. બોટાદ ખાતેથી તથા એક મો.સા ચોટીલા ડુંગર નીચેથી તથા એક મો.સા અમરેલી બસ સ્ટેન્ડ તથા સિવીલ હોસ્પીટલ વચ્ચેના રસ્તા ઉપર થી તથા એક મો.સા પોતાના વતન મધ્યપ્રદેશ ખાતેથી ચોરી કર્યા હોવાની કબુલાત આપેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામાની વિગત
(૧) ઉકેશ મિથુનભાઇ મેડા જાતે-ભીલ ઉ.વ. ૧૯ રહે.મુળ બડીપોલ ગામ તા.ભાભરા જી.અલીરાજપુર રાજ્ય- મધ્યપ્રદેશ હાલ રહે.સાળંગપુર પશવાભાઇ પટેલ ની વાડીએ તા.બરવાળા જી.બોટાદ
(૨) રાકેશ નગીનભાઇ મેડા જાતે-ભીલ ઉ.વ. ૨૨ રહે.મુળ બડીપોલ ગામ તા.ભાભરા જી.અલીરાજપુર રાજ્ય- મધ્યપ્રદેશ હાલ રહે. ચીતલ ખીજડીયા રેલ્વે સ્ટેશન તા.બાબરા જી.અમરેલી
(૩) દિનેશ રમેશભાઇ માવી જાતે- ભીલ ઉ.વ.૨૦ રહે.મુળ બડીપોલ ગામ તા.ભાભરા જી.અલીરાજપુર રાજ્ય- મધ્યપ્રદેશ હાલ રહે. દેરડી કુંભાજી ની તા.ગોંડલ
(૪) મુકેશભાઇ નગીનભાઇ મેડા જાતે ભીલ ઉવ. ૧૯ રહે.મુળ બડીપોલ ગામ તા.ભાભરા જી.અલીરાજપુર રાજ્ય- મધ્યપ્રદેશ હાલ રહે. સાળંગપુર ત્રીકમભાઇ પટેલ ની વાડીએ તા.જી. બોટાદ તેમજ તેમના કબ્જામાંથી
આરોપીઓ પાસેથી મળે આવેલ મોટર સાયકલની વિગત
(૧) મો.સા. હીરો HF ડીલક્ષ કાળા કલરનુ જેના ચેસીસ નંબર MBLHA11ACE9C08244 તથા એન્જીન નંબર HA11EGE9C09958
(૨) મો.સા હીરો HF ડીલક્ષ કાળા કલરનુ જેના ચેસીસ નંબર MBLHA11EWD આગળ વંચાતા નથી તથા એન્જીન નંબર HA11EFD9H14179
(૩) મો.સા હીરો સ્પ્લેન્ડર કાળા કલરનુ જેના ચેસીસ નંબર MBLHA10AMEHH90458
(૪) મો.સા હીરો સ્પ્લેન્ડર કાળા કલરનુ જેના ચેસીસ નંબર MBLHA10ASDHH00320 તથા એન્જીન નંબર HA10ELDHH00439
(૫) મો.સા સ્પ્લેન્ડર આઇ સ્માર્ટ લીલા રંગનુ જેના ચેસીસ નંબર MBLHA12EME9C00762 તથા એન્જીન નંબર HA12EJE9B09011
(૬) મો.સા સ્પ્લેન્ડર હીરો HF ડીલક્ષ સિલ્વર કલરનુ જેના ચેસીસ નંબર MBLHA11ATF9E07216 તથા એન્જીન નંબર HA11EJF9E01475

આ કામગીરીમા સામેલ અધીકારી/કર્મચારીની ટીમ-
આ કામગીરીમા પોલ્રીસ અધીક્ષક હર્ષદ મહેતા સાહેબનાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી શાખાના પો.ઇન્સશ્રી એચ.આર.ગોસ્વામી સાહેબ તથા સટાફના એ.એસ.આઇ ડી.એમ.ત્રીવેદી તથા હેડ.કોન્સ લક્ષ્મણદેવસિંહ, ભગવાનભાઇ, જીજ્ઞેશભાઇ, પ્રવીણસિંહ, રામદેવસિંહ, વનરાજભાઇ, તથા પો.કોન્સ બળદેવસિંહ, ક્રીપાલસિંહ, પુરવભાઇ,કનકસિંહ વિ. એ કરેલ છે.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY