મુંબઈ,તા.૧૪
ફિલ્મ સર્જક રોની સ્ક્રૂવાલાની આગામી ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતા માર્ચ મહિનાની ૨૧મીએ રજૂ થશે એવી ઔપચારિક જાહેરાત સોશ્યલ મિડિયા પર કરવામાં આવી હતી.
આ ફિલ્મનો પ્રીમિયર શો ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં યોજાયો હતો અને એને પિપલ્સ ચોઇસ એવોર્ડ મિડનાઇટ મેડનેસ પ્રાપ્ત થયો હતો. ઉપરાંત મામી ફિલ્મ્સ ફેસ્ટીવલમાં પણ આ ફિલ્મ રજૂ થઇ હતી જેને સરસ પ્રતિસાદ મળ્યો હતો.
રોનીના પ્રવક્તાએ સોશ્યલ મિડિયા પર મૂકેલી આ જાહેરાતની સાથોસાથ રજૂ કરેલી વિગતોનો સાર આ પ્રકારનો રહ્યો- યહ મર્દ કી એક હી ફોર્મ્યુલા હૈ- પાની તો પીતે હી રહના ચાહિયે…
આ રહા હૈ ૨૧ માર્ચ કો સિનેમાઝ મેં… મર્દ કો દર્દ નહીં હોતા…અભિમન્યુ ડી.. રાધિકા માદન.. વાસન બાલા..જીમિત ત્રિવેદી.. ગુલશન દેવૈયા.. મહેશ માંજરેકર.. રોની સ્ક્રૂવાલા…
આ ફિલ્મની કથા એક એવા માણસની છે જે વિચિત્ર બીમારીનો ભોગ બન્યો છે. એને કોઇ પ્રકારની પીડાનો અહેસાસ થતો નથી એટલે ફિલ્મનું ટાઇટલ આ રાખ્યું છે- મર્દ કો પીડા નહીં હોતી…એમ સ્ક્રૂવાલાના પ્રવક્તાએ કહ્યુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




