પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કોમાર ભાવનગર દ્વારા બોટાદ જીલ્લામાં વાહન ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હેગારો પકડી પાડી ચોરીમા ગયેલ મુદ્દામાલ રીકવર કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ પોલીસ અધીક્ષક હર્ષદ મહેતાની સુચનાથી પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.ના એચ.આર.ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં હે.કો. લક્ષ્મણદેવસિંહ, હે.કો. પ્રવિણસિંહ, પો.કો. વનરાજભાઇ, પો.કો. બળદેવસિંહ વિગેરે સ્ટાફના માણસો બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન હે.કો. પ્રવિણસિંહને પુર્વ બાતમી ને આધારે એક શંકાસ્પદ મો.સા. ગઢડા થી બોટાદ તરફ તાજપર સર્કલ પાસે આવી રહેલ છે જે મો.સા.ને તાજપર સર્કલ પાસે રોકી તે ઇસમની પુછપરછ કરતા મોટર સાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતાં વધુ પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી અશ્વિનભાઇ મખાભાઇ ચેખલીયા જાતે.દે.પુ. ઉવ.૨૬ રહે.ટાટમ, ભરવાડવાસ તા.ગઢડા જી.બોટાદ વાળા ને ધરપકડ કરી હીરો-હોન્ડા સ્પ્લેન્ડર ગાડી ની કિ.રૂ.૨૦,૦૦૦ આ ઇસમ ને મુદામાલ સાથે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




