રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ઐતિહાસિક માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

0
54

શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળના બાળકોએ માતા-પિતા નુ પુજન કરી આશિર્વાદ મેળવ્યા

બોટાદ જીલ્લાના રાણપુર પાસે લિંબડી રોડ ઉપર કરમડ ના પાટીયા પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક માતૃ-પિતૃ વંદના નો કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં ગુરૂકુળ ના તમામ બાળકો ની સાથે તેમના માતા પિતા આવ્યા હતા અને દરેક બાળકો એ તેમના માતા-પિતા નુ પુજન કરી માતા-પિતા ફરતે પ્રદક્ષિણા કરવામાં આવી હતી બાળકો પોતાના માતા-પિતા ના પુજન કરતા હતા તે દરમ્યાન તમામ બાળકો ના માતા-પિતા આંખો માં આંસુ રોકી શક્યા નોતા આ માતૃ-પિતૃ પુજન માં અબીલ,ગુલાલ,કંકુ,ફુલ વગેરે પુજનીય વસ્તુઓથી બાળકોએ તેમના માતાપિતા નુ ભાવથી પુજન કર્યુ હતુ આ માતૃ-પિતૃ વંદના મહોત્સવ માં વિવિધ પ્રકાર કાર્યક્રમો યોજાયા હતા જેમાં માતા-પિતા નુ પુજન અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનુ સંતો ના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે પરમ પુજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામી એ જણાવ્યુ હતુ કે આ ગુરૂકુળ માં બાળકો ના જીવન ઘડતર ના પાઠ અને શ્રેષ્ઠ શિક્ષણની સાથે સંતો દ્વારા સંસ્કારો નુ પણ સિંચન કરવામાં આવે છે ગુરૂકુળ ના સંતો દ્વારા બાળક ને માતા-પિતા નુ મહત્વ શુ છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ જ્યારે માતા-પિતા એ બાળક પ્રત્યે કેવા પ્રકાર નુ વર્તન કરવુ તે વિષે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ આજનો બાળક આવતીકાલ નુ ભવિષ્ય છે તેની સાથે કેવુ વર્તન કરવાથી બાળકમાં સારા સંસ્કારો આવે અને અમારા શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ ના સંચાલકો,શિક્ષકો અને સંતો કહેવામાં આવે છે કે દરેક બાળકો એ દરોજ પોતપોતાના માતાપિતા ને પગે લાગવુ માતાપિતા ની કેવી રીતે સંભાળ રાખવી અને આવતા દિવસો માં શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ નો દરેક બાળક એક આદર્શ બાળક બને તેવી અમારી ભગવાન પાસે પ્રાથના છે આ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં પુજ્ય ઈશ્વરચરણદાસજી સ્વામી,ગોપાલચરણદાસજી સ્વામી,કૃષ્ણવલ્લભદાસજી સ્વામી સહીત શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ નો શિક્ષક સ્ટાફ તથા બાળકો ના વાલીઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને રસપુર્વક માણ્યો હતો અને અંતમાં સૌ એ સાથે મહાપ્રસાદ લીધો હતો

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY