નાંદોદ તાલુકાના કુંવરપરા અને ગામકૂવા ગામના યુવાનોએ પગપાળા મંદિરે આવી વીર શહીદોને આપી શ્રદ્ધાંજલિ 

0
70

રાજપીપળા : જમ્મુ-કશમીરના પુલવામામાં આતંકવાદીઓ દ્રારા ભારતીય સેના પર થયેલ હુમલાના વિરોધમાં તેમજ કુંવરપરા ગ્રામ પંચાયત ખાતે તેમજ મણિનાગેશ્વર મહાદેવના મંદિરે ગ્રામજનો દ્વારા વીર શહીદોને શ્રદ્રાંજલીનો કાર્યક્રમ રખાયો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સ્કૂલના બાળકો ઉપસ્થિત રહ્યા હતાં સાથે સાથે કુંવરપુરા ગામના યુવા સરપંચ નિરંજનભાઈ વસાવા સાથે અતુલભાઈ,હિતેશભાઈ,મુકેશભાઈ સહિતના અન્ય યુવાનોએ ગામકુવા તેમજ કુંવરપરા ગામથી પગપાળા આવી રાજપીપળા હરસિધ્ધિમાતાના મંદિરે પુનમના પવિત્ર દિવસે દર્શન કરી અનોખી રીતે વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY