બોટાદ એલ.સી.બી. દ્વારા કચ્છ જીલ્લાના ભચાઉ પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના સોના ચાંદીના દાગીના કુલ રૂ.૩૯,૧૧૬/- ના મુદ્દામાલ તથા જુનાગઢ ના મેંદરડા પો.સ્ટે ના છ વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

0
97

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સજનસિંહ પરમાર સાહેબ દ્વારા મિલ્કત સબંધી બનાવો બનતા અટકાવવાની કડક સુચના મળેલ, જે મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી એચ.આર.ગોસ્વામી સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ.શ્રી ડી.વી.ડાંગર સાહેબ તથા એ.એસ.આઇ. ડી.એમ.ત્રિવેદી, હે.કો ભગવાનભાઇ, પ્રવિણસિંહ, બળભદ્રસીંહ, મયુરસિંહ,રાકેશભાઇ, પો.કો. ક્રિપાલસિંહ, પો.કો. અશોકભાઇ, ડ્રા.હે.કો. પ્રદિપભાઇ તથા ડ્રા.પો.કો. કનકસિંહ નાઓ બોટાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે.કો. રાકેશભાઇને ખાનગી રાહે બાતમી મળેલ કે, બોટાદ સોની બજારમાં અમરેલીનો એક ઇસમ ચોરીના દાગીનાઓ વેચવા આવનાર છે, જેથી સોની બજારમાં રોડ ઉપર વોચમાં હતા તે દરમ્યાન એક ઇસમ આવતા જેનુ નામ ઠામ પુછતા આકાશભાઇ વલ્લભભાઇ કાવઠીયા જાતે.દે.પુ. ઉવ.૨૨ રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી હાલ રહે.ગુજકો ફતેપુર રોડ અમરેલી વાળો મળી આવતા એલ.સી.બી. કચેરી ખાતે લાવી મજકુર ઇસમની આગવી ઢબે પુછ પરછ કરતા મજકુર ઇસમ પાસેની થેલીમાં પીળી તથા સફેદ ધાતુના ઘરેણાઓ તથા ઢાળીયા છે (૧) સફેદ ધાનુનો જુડો નંગ-૧ તથા સફેદ ધાતુની કંકાવટી નંગ-૧ તથા સફેદ ધાતુના પગમાં પહેરવાના છડા ૨ જોડી તથા સફેદ ધાતુના ગાય નંગ-૨ તથા સફેદ ધાતુના દોરીયા નંગ-૨ તથા સફેદ ધાતુની લકી નંગ-૨ તથા સફેદ ધાતુની રાખડી નંગ-૧ આ તમામ ઘરેણા ચાંદીના હોય જેનુ વજન ૧૫૨ ગ્રામ અને ૯૦૦ મીલીગ્રામ છે જેની કિ.રૂ.૨,૭૧૭/- છે(૨) પીળી ધાતુની નાકમાં પહેરવાની ચુક તથા કડી નંગ-૬ જેનુ વજન ૧ ગ્રામ અને ૩૦૦ મીલીગ્રામ છે જેની કિ.રૂ.૨,૦૩૦/- છે (૩) પીળી ધાતુના રવા (ઢાળીયા) નંગ-૨ જેમા ઢાળીયા નંગ-૧ નુ વજન ૧૧ ગ્રામ અને ૯૮૦ મીલીગ્રામ જેની કિ.રૂ.૨૮,૦૬૯/- તથા ઢાળીયા નંગ-૨ નુ વજન ૨ ગ્રામ અને ૪૩૦ મીલીગ્રામ જેની કિ.રૂ.૬,૩૦૦/- છે.ઉપરોક્ત મુદ્દામાલ આરોપી આકાશભાઇ વલ્લભભાઇ કાવઠીયાએ આજથી દોઢેક માસ પહેલા કચ્છ જીલ્લાના ભચાવ વિનાયકનગરમાં રાત્રીના બંધ મકાનના તાળા તોડી ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે જે બાબતે તપાસ તજવીજ કરતા પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લાના ભચાઉ પો.સ્ટે. ખાતે ગુન્હો નોંધાયેલ છે.તેમજ ઉપરોકત આરોપીની વધુ પુછપરછ કરતા પોતે વર્ષ-૨૦૧૨ માં જુનાગઢ જીલ્લામાં ચોરી કરેલ હોય જે બાબતે જુનાગઢ જીલ્લામાં તપાસ કરતા મેંદરડા પો.સ્ટે. ખાતે ક.૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુન્હામાં આજદીન સુધી નાસતો ફરતો હતો.આમ બોટાદ એલ.સી.બી. દ્વારા પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લાના ભચાઉ પો.સ્ટે. ખાતે સોના ચાંદીના દાગીના કુલ રૂ.૩૯,૧૧૬/- ના મુદામાલ સાથે આજદીન સુધી નાસતા ફરતા આરોપી આકાશભાઇ વલ્લભભાઇ કાવઠીયા જાતે.દે.પુ. ઉવ.૨૨ ને અટક કરી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

રિપોર્ટર-વિપુલ લુહાર-રાણપુર
મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY