ઈસ્લામાબાદ,તા.૬
મની લોન્ડરિંગ અને કર ચોરી સબંધિત ગુનાઓની તપાસ કરતી પાક.સરકારની ટોચની એક સંસ્થા આવતી કાલથી આશરે ૧૫૦૦ પાકિસ્તાનીઓને નોટીસ ફટકારશે જેમણે બ્રિટન અને દુબઇમાં મિલકતો ખરીદી હતી.
કર વિભાગના ટોચના અધિકારીને ટાંકીને એક છાપાએ લખ્યું હતું કે ફેડરલ બોર્ડ ઓફ રેવેન્યુ બે તબક્કામાં નોટીસ મોકલશે. પહેલાં તબક્કામાં બ્રિટનમાં મિલકત ખરીદી નિયમીત રીતે ભાડું વસુલનાર આશરે ૧૦૦૦ જણાને અને ત્યાર પછી દુબઇમાં સંપત્તિ વસાવનાર ૫૦૦ જણાને નોટીસ ફટકારશે.
‘બોર્ડ આવતી કાલથી તેના હેડક્વાર્ટરથી નોટીસો મોકલવાની શરૃઆત કરશે’એમ છાપાએ લખ્યું હતું. બીજા તબક્કામાં દુબઇમાં મિલકત ખરીદનાર ૫૦૦ જણાને નોટીસો મોકલાશે.
પ્રથમ તબક્કાની કામગીરી પુરી થયા પછી તરત જ બીજી નોટીસ મોકલાશે’એમ અધિકારીએ કહ્યું હતું.’બ્રિટનમાં કેટલું રોકાણ કરવામાં આવ્યું હતું કે દુબઇમાં કોણે કેટલા રૃપિયા રોક્્યા તેની અમને માહિતી નથી’એમ એક અન્ય અધિકારીએ કહ્યું હતું.
બોર્ડના અધિકારીઓએ કહ્યું હતું કે આ રીતે કર વિભાગ જાણી શકીશે કે કોણે કેટલું રોકાણ કર્યું છે અને શું તેમણે એ મિલકતોને પાકિસ્તાનમાં જાહેર કરી હતી કે કેમ? ભાવી વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમના સંભવિત નાણા પ્રધાન અસદ ઉમરે કહ્યું હતું કે તેમની સરકાર ખૂબ જ આક્રમક રીતે એ પાકિસ્તાનીઓની તપાસ કરશે જેમણે વિદેશોમાં મિલકત ખરીદી હતી અને પાકિસ્તાનમાં જેને જાહેર કરી ન હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



