અમદાવાદ,તા.૪
બીઆરટીએસના સત્તાવાળાઓ દ્વારા કોરિડોરમાં ઘૂસતા ખાનગી વાહનચાલકો સામેની ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ એલ કોલોની બાદ વધુ ર૯ બસ સ્ટેશનને એએનપીઆર કેમેરાથી સજ્જ કરાયા છે. આ તમામ કેમેરાને ટ્રાફિક પોલીસના કંટ્રોલરૂમ સાથે જાડી દેવાયા હોઇ છેલ્લા ૮ દિવસથી ટ્રાફિક પોલીસ જે તે ખાનગી વાહનચાલકના નંબર પ્લેટના ફોટાના આધારે ઇ-મેમો ફટકારી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહ¥વાકાંક્ષી બીઆરટીએસ પ્રોજેકટ અમદાવાદમાં દેશના અન્ય શહેરોની સરખામણીમાં સફળ નીવડ્યો છે. અનેક વાર બીઆરટીએસ કોરિડોરમાં જ ગેરકાયદે ઘૂસનારા ખાનગી વાહનોથી ટ્રાફિકજામ થતાં એકસાથે પાંચથી છ બીઆરટીએસ બસ સળંગ લાઇનમાં ઊભી રહેલી નજરે પડે છે. આને અટકાવવા તંત્ર દ્વારા બીઆરટીએસના એલ કોલોની ઉપરાંત વધુ ર૯ બસ સ્ટેશન પર (ઓટોમેટિક નંબર પ્લેટ રેકનાઇઝેશન કેમેરા) એએનપીઆર કેમેરા લગાવાયા છે.
બીઆરટીએસ કોરિડોર સંલગ્ન ચાર રસ્તાથી અંદર ઘૂસનારા વાહનચાલકો તંત્ર માટે પડકારૂપ બન્યા છે. આ પ્રકારની ખાનગી વાહનોની ઘૂસણખોરી રોકવા સત્તાવાળાઓ ખાનગી સિકિયોરિટી ગાર્ડ બેસાડ્યા છે. તંત્ર દ્વારા ગત તા.રપ ઓગસ્ટ, ર૦૧૮એ એલ કોલોની બસ સ્ટેશન ખાતે સ્ટ્રિંગ ગેટ અને એએનપીઆર કેમેરાનો પાઇલટ પ્રોજેકટ અમલમાં મુકાયો હતો. આ પાઇલટ પ્રોજેકટની સફળતા બાદ તંત્ર દ્વારા વધુ સ્ટ્રિંગ ગેટ અને એએનપીઆર કેમેરા લગાવવા માટે સર્વે હાથ ધરાયો હતો.
આ તમામ એએનપીઆર કેમેરાને પાલડીના કમાન્ડ સેન્ટર, ઉસ્માનપુરાનો બીઆરટીએસ કંટ્રોલરૂમ તેમજ ટ્રાફિક પોલીસના કંટ્રોલરૂમ સાથે જાડી દેવાયા છે. બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસનારા ખાનગી વાહનના ફક્ત નંબર પ્લેટનો ફોટો પાડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



